Home »International News »Pakistan» Pakistans Karachi City Is Headquarters Of The Terrorist Organization

ભારત વિરોધી આતંકી સંગઠનોનું ગઢ છે કરાચી, PAK આર્મી બધાને સાચવેઃ રિપોર્ટ

divyabhaskar.com | Feb 17, 2017, 11:05 AM IST

  • રિપોર્ટમાં દાવો કરાયો કે પાકિસ્તાન ખતરનાક આતંકી સંગઠન કચારી શહેરના સંસાધનોનો ઉપયોગ કરે છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃપાકિસ્તાનનું કરાચી શહેર ભારત વિરોધ જેહાદી સંગઠનનો મોટો અડ્ડો છે. જેને પાકિસ્તાની સેનાનો સપોર્ટ છે. બ્રશલ્સના થિંક ટેંક, ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રૂપ (ICG)ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. રિપોર્ટમાં દાવો કરાયો કે કચારી લશ્કર એ તોયબા, જમાત ઉલ દાવા અને જેશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોનું ગઢ બની ગયું છે અને અહીં જેહાદી બનાવવા માટે મદરસોનો ઉપયોગ થાય છે.
 
શું દાવો કરાયો રિપોર્ટમાં ?
 
- બ્રસલ્સની થિંક ટેંક ICGએ 'પાકિસ્તાન: સ્ટોકિંગ ધ ફાયર ઈન કરાચી' નામથી એક રિપોર્ટ જાહેર કર્યો છે.
- રિપોર્ટમાં દાવો કરાયો કે પાકિસ્તાન ખતરનાક આતંકી સંગઠન કચારી શહેરના સંસાધનોનો ઉપયોગ કરે છે.
- આ આતંકી સંગઠન અહીં મદરસે અને ચેરીટી ચલાવે છે, જેના પર પાકિસ્તાન સરકારની કોઈ રોકટોક નથી.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે રાજનીતિક અને જેહાદી સંગઠન પાકિસ્તાન શહેર કરાચીને પ્રેશર કુકર બનાવી રહ્યાં છે.
- સાથે જ કહેવામાં આવ્યું કે પાકિસ્તાન રેન્જર્સ આ જેહાદી અને ગુનાહીત ઈતિહાસ ધરાવતા સંગઠનોને 'સારા' જેહાદી ગણે છે અને તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
 
કાશ્મીરમાં તનાવ વધે ત્યારે કચારીમાં છૂપાઈ જાય છે આતંકીઓ
 
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એક સીનિયર નેતાના હવાલેથી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 'અહીં સુપર હાઈવે નજીક સારા તાલિબાનની ઝૂંપડપટ્ટીઓ આવેલી છે'. સીનિયર અધિકારીઓ, પત્રકારો, સામાજિક કાર્યકર્તાઓના હવાલેથી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અનેક જેહાદી માસ્ટરમાઈન્ડ જે કરાચી છોડીને જતા રહ્યાં હતા તેઓ ફરી શહેરમાં આવી ગયા છે. ICGના રિપોર્ટમાં પાકિસ્તાનના એક પ્રાંતિય રિટાયર્ડ અધિકારીના હવાલેથી કહેવામાં આવ્યું કે જ્યારે પાકિસ્તાન અને ભારતમાં કાશ્મીરને લઈને તનાવ વધે છે ત્યારે આ સંગઠન કરાચીમાં આવી જાય છે.
 
પોલીસે કહ્યું અમે મજબૂર
 
કરાચીના એક પોલીસ ઓફિસરે કહ્યું કે અમને અનેક કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે, આથી અમે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. અમે વિદેશનીતિઓનું પણ ધ્યાન રાખવું પડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કચારીમાં જેહાદી મદરસે સ્વતંત્ર રીતે ચાલી રહ્યાં છે. અહીં બેરોજગારીને કારણે યુવાનો મદરસોમાં જોડાઈ છે, જ્યાં તેઓને પૈસા આપી જેહાદી બનાવવામાં આવે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pakistans Karachi City is Headquarters of The terrorist organization
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext