Home »International News »Pakistan» Pakistani PM Government Beg Party Support To Stop National Airlines

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ બંધ કરવાની તૈયારીમાં PAK સરકાર

divyabhaskar.com | May 19, 2017, 18:36 PM IST

  • પાકિસ્તાન એરલાઈન્સ અંગે સંસદમાં ચર્ચા થઈ હતી જેમાં તેને બંધ કરાવવા માટે પાર્ટી સાંસદોનું સમર્થન માગવામાં આવ્યું હતું
ઈન્ટરનેશનલ ડેસ્કઃપાકિસ્તાની સરકાર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સને બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેણે પાર્ટી સાંસદો પાસેથી સમર્થન માગ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાન એરલાઈન્સ વિવિધ ઘટનાઓને લઈને ચર્ચામાં છે. ડોન ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફના ઉડ્ડયન સલાહકાર સરદાર મેહતાબ અબ્બાસીએ પીઆઈએના પ્રદર્શથન પર સેનેટ સ્પેશિયલ કમિટીને કહ્યું કે સંસદીય સમિતિ આ પ્રકારની ભલામણ સરકારને કઠોર નિર્ણય લેવામાં મદદ કરશે, જેને લેવામાં સરકાર અચકાઇ રહી છે.  
 
સ્થાનિક ન્યૂઝ પેપર ડોન ઓનલાઈનના રિપોર્ટ પ્રમાણે પીઆઈએને મદદ કરવા માટે પોતાની ભલામણોની સ્થિતિ પર ચર્ચા કરનારી સમિતિએ છેલ્લા કેટલાક મહિનામાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જેના કારણે પાકિસ્તાન અને તેની એરલાઈન્સની છબિ ખરાબ થઈ હતી. અબ્બાસીએ સમિતિ સામે ત્રણ વિકલ્પ રાખ્યા, જેમાં પહેલા વિકલ્પ તરીકે વિમાન સેવાને ખોટ ખાયને પણ ચાલુ રાખવામાં આવે, બીજુ તેને પીઆઈએમાં દીવાલીયું જાહેર કરી બંધ કરી દેવામાં આવે અને ત્રીજું તેની નવેસરથી સ્થાપના કરવામાં આવે.
 
પાકિસ્તાની એરલાઈન્સની ખરાબ સેવાનું ઉદાહરણ આપી અબ્બાસીએ કહ્યું કે આપણે પીઆઈએને ફરી બેઠું કરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ પરંતુ તે ખૂબ જ જટિલ કામ છે. સમિતિના અધ્યક્ષ સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના મુશાહિદુલ્લાહ ખાને કહ્યું કે સમિતિ પીઆઈએને સંપૂર્ણ રીતે બંધ કરવાના પક્ષમાં નથી. ડોન ઓનલાઈનના રિપોર્ટે ખાનના હવાલાથી જણાવ્યું કે અમે સ્વિકારીએ છીએ કે ટોચના અધિકારીઓ એરલાઇન્સનું ગુમાવેલું સમ્માન પરત લાવી શકે છે. સમિતિએ વિમાન કંપનીએ ફ્લાઈટ નંબર 785 પર સોનારા વિમાન પાયલટ અને કોકપિટમાં ચાઈનિઝ મહિલાઓને બેસાડનારા ફ્લાઈટ નંબર પીકે 853ના કેપ્ટનની જાણકારી માગી છે.
 
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistani PM government Beg Party Support To stop National Airlines
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended