Home »International News »Pakistan» IS Claimed Responsibility For The Attack At Sufi Shrine In Pakistan

પાકે દરગાહ બ્લાસ્ટના 24 કલાકમાં ઢાળી દીધા 100 આતંકી, ISએ કર્યો હતો હુમલો

divyabhaskar.com | Feb 18, 2017, 08:23 AM IST

  • આ 13 વર્ષના જીશાનનનો પરિવાર છે. જીશાનનું લાલ શાહબાજ કલંદર દરગાહમાં ગુરુવારે થયેલા હુમલામાં મોત થયું હતું.
કરાંચી (પાકિસ્તાન). લાલ સાઈ, ઝૂલે લાલ, મસ્ત કલંદરના નામોથી પ્રસિદ્ધ સૂફી સંત લાલ શાહબાજ કલંદરની દરગાહ પર આતંકીઓએ ગુરુવારે હુમલો કર્યો હતો. જેમાં 100 લોકોનાં મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ એટેકમાં બે હુમલાખોર સામેલ હતા. પાકિસ્તાની અખબાર ડોન મુજબ આ હુમલા બાદ ગુરુવાર રાતથી જ પાકિસ્તાને દેશભરમાં આતંકીઓ સામે અભિયાન ચાલુ કર્યું છે. પાક સિક્યુરિટી ફોર્સિસે 100 આતંકીઓને ઠાર માર્યા છે. 
 
 
ક્યાં થઈ કાર્યવાહી?
 
- પાક સરકારના એક અધિકારી મુજબ, ફેડલ અને પ્રોવિન્સની એજન્સીઓએ પોલીસની મદદથી મોટું અભિયાન શરૂ કર્યું છે. અનેક સ્થળોથી સંદિગ્ધોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ અભિયાન ચાલુ રહેશે.
- પેરામિલિટ્રી ફોર્સ પાક રેન્જર્સે જણાવ્યું કે સિંધમાં રાતે જ 18 આતંકીને ઢાળી દેવામાં આવ્યા હતા. ખૈબર પખ્તૂનખ્વાહમાં પણ થયેલી કાર્યવાહીમાં વધુ 11 આતંકી ઠાર મરાયા હતા.
- કરાંચીમાં 11 આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા છે. બાકીના આતંકી બલૂચિસ્તાન, ખુર્રમ અને મોહમંદ ડિસ્ટ્રિક્ટમાં મરાયા. 
 
અફઘાનિસ્તાનને સોંપી મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદી
 
- આ દરમિયાન, પાકિસ્તાન આર્મીએ શુક્રવારે રાવલપિંડીમાં આવેલા પોતાના હેવક્વાર્ટ્સમાં અફઘાન એમ્બેસીના અધિકારીને બોલાવ્યા હતા.
- અહીં અધિકારીઓને 76 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદી સોંપવામાં આવી.
- પાકે કહ્યું કે આ આતંકી અફઘાનિસ્તાનમાં છે. તેમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નહીં તો તેમને પાકિસ્તાનના હવાલે કરવામાં આવે.
 
હેન્ડગ્રેનેટ ન ફાટતા આતંકીએ પોતાની જાતને ઉડાવી દીધી
 
- લોકોનું કહેવું છે કે એક આતંકીએ પહેલા હેન્ડગ્રેનેટ ફેંક્યો હતો.
- જ્યારે તે ન ફાટ્યો તો તેણે પોતાની જાતને ઉડાવી દીધી.
- પાકિસ્તાનના અખબાર ડોન મુજબ આત્મઘાતી હુમલો મહિલાઓના રિઝર્વ વિસ્તારમાં થયો.
2005 બાદથી દેશભરની 25 દરગાહો પર આતંકી હુમલા
 
- પોલીસે સંદિગ્ધ હુમલો કરનારની જાણકારી આપનારને 10 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.
- પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીફ-એ-તાલિબાન હુમલા કરતા રહે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર આતંકી હુમલાઓ થઈ ચૂક્યા છે.
- હૈદરાબાદના કમિશ્નર કાજી શાહિદે જણાવ્યું કે શાલ કલંદરની દરગાહ હૈદરાબાદથી લગભગ 130 કિમી દૂર છે. ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમની સાથે મદદ માટે વધુ ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદૂ અને નવાજશાહથી મોકલવામાં આવી. આ વિસ્તારોની હોસ્પિટલમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે.
 
ક્યાં થયો બ્લાસ્ટ?
 
- બ્લાસ્ટ સહવાન શરીફ વિસ્તારમાં થયો. તે કરાંચીથી 200 કિમી દૂર છે.
- આ શહેરી વિસ્તાર નથી. જ્યાં દરગાહ આવેલી છે ત્યાંથી સૌથી નજીકની હોસ્પિટલ પણ લગભગ 40 કિમી દૂર આવેલી છે.
- આ દરગાહ સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે.
- હુમલા બાદ સમગ્ર સિંધ પ્રાંતમાં આવેલી દરગાહો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.  
 
દરગાહ ખાતે છે સોનાથી મઢેલા દરવાજા

- શાહબાજ કલંદરની મજાર પર ઈ.સ. 1356માં દરગાહ બનાવવામાં આવી હતી. ઈરાનના શાહ મુહમ્મદ રજા પહલવીએ અહીં સોનેથી મડેલા દરવાજા લગાવ્યા હતા.
- દર ગુરુવારે અહીં શ્રદ્ધાળુઓની મોટી ભીડ એકત્ર થાય છે.
- સૂફી નૃત્ય ધમાલ અને પ્રાર્થના થાય છે. સૂફી સંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે.  
 
દમાદમ મસ્ત કલંદર
 
- પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાં નૂર જહાં, નુસરત ફતેહ અલી ખાન, આબિદા પરવીન, સાબરી બ્રધર્સ, વડાલી બ્રધર્સ જેવા અનેક કલાકારોએ સૂફી સંતની શાનમાં લાલ મેરી..દમાદર મસ્ત કલંદરને અવાજ આપ્યો છે.
- અમીર ખુસરોએ લખેલા શબ્દોને બાબા બુલ્લેશાહે અવાજ આપ્યો હતો.
 
 
દરગાહમાં થયેલા બ્લાસ્ટને લગતી વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IS claimed responsibility for the attack at Sufi shrine in Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended