Home »International News »Pakistan» Pakistan's Babur-III Missile Is Designed To Hit Targets At About 280 Miles Away

પાક. દ્વારા 'બાબર-3' મિસાઇલનું સફળ પરિક્ષણ, ભારતને કરી શકે છે ટાર્ગેટ

divyabhaskar.com | Jan 10, 2017, 03:51 AM IST

  • (પાક દ્વારા મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું)
ઇન્ટરનેશનલ ડેસ્ક:પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમણે સબમરીનથી હુમલો કરી શકાય તેવી પ્રથમ ક્રૂઝ મિસાઇલ બાબર-3નું સફળ પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે પોતાના પાડોસી દેશોની પરમાણુ રણનીતિના જવાબરૂપ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પાક. પ્રધાનમંત્રી નવાઝ શરીફે સરક્ષણ વૈજ્ઞાનિકોને આ સફળતા મુદ્દે અભિનંદન પાઠવ્યા હતા.
 
પાકિસ્તાન પાસે સમુદ્ર મારફતે હુમલો કરી શકાય તેવી પરમાણું ક્ષમતા ધરાવતી મિસાઇલ હતી નહીં. પરંતુ બાબર-3 450 કિ.મી સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે જે તેમના માટે મહત્વપૂર્ણ સિદ્ધી છે. પાક. તરફથી બનાવવામાં આવેલ આ મિસાઇલ એન્ટી-ઇન્ડિયા(ભારત વિરોધી) છે જેને ભારતની પરમાણુ ક્ષમતાથી પ્રભાવિત થઇને બનાવવામાં આવી છે.
 
સબમરીનથી હુમલો કરતી મિસાઇલો ખૂબ જ ખતરનાક હોય છે કારણે કે તેને ટ્રેસ કરવી મુશ્કેલ છે. ભારત પાસે જળ, હવા અને જમનીથી હુમલો કરી શકે તેવી મિસાઇલો છે. હાલમાં જ ભારતે પરમાણુ સબમરિન પણ બનાવી છે. ભારત પાસે સમુદ્ર માર્ગે હુમલો કરી શકાય તેવી મિસાઇલો છે જેની રેન્જ 750 કિ.મી સુધીની છે. હાલમાં વૈજ્ઞાનિકો 3000-4000 કિ.મી રેન્જ સુધી હુમલો કરી શકે તેવી ક્ષમતા ધરાવતી મિસાઇલો પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત પાસે પાકિસ્તાન કરતા પરમાણુ મિસાઇલ ક્ષમતા વધુ છે.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistan's Babur-III missile is designed to hit targets at about 280 miles away
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended