Home »International News »Pakistan» Lahore High Court Order On Transgenders Are Includes In Population

રેપ, ટોર્ચર અને અત્યારચારો વચ્ચે આવું છે અહીંના ટ્રાન્સજેન્ડર્સનું જીવન

divyabhaskar.com | Jan 11, 2017, 17:26 PM IST

  • પાકિસ્તાનમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર્સને વસ્તીગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃપાકિસ્તાનમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર્સને વસ્તીગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટે 2017ની વસ્તીગણતરીમાં ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર્સને પ્રોપર્ટીમાં ભાગ લેવાથી લઈને વોટ કરવા જેવા તમામ અધિકાર છે. તેમ છતા તેઓની સ્થિતિ અહીં ખુબ જ ખરાબ છે. અહીં અવાર નવાર તેઓ રેપ, મર્ડર અને શોષણના કિસ્સા સામે આવતા રહે છે.
 
પ્રોસ્ટિટ્યૂશન માટે મજબૂર કરવામાં આવે
 
- 2012માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર્સને સમાન્ય નાગરિકો બરાબર અધિકાર આપવાની જાહેરાત કરી હતી.
- આ અધિકારોમાં તે નાગરિકોની જેમ ફેમિલિ પ્રોપર્ટીમાં ભાગ લેવા અને મત આપી શકે છે.
- આ પહેલા 2009માં સુપ્રીમ કોર્ટે ત્રીજા જેન્ડર તરીકે માન્યતા આપી હતી.
- જો કે સોશિયલ લાઈફમાં આજે પણ તેઓને સમ્માન આપવામાં આવતું નથી.
- તેઓને સતત અસમાનતા, હિંસા, સેક્સુઅલ હેરેસમેન્ટ અને ખરાબ વર્તનનો સામનો કરવો પડે છે.
- રોજગારીના અભાવે તેઓ ભીખ માગવા, પ્રોસ્ટિટ્યૂશન અથવા નોટંકી કરી પૈસા કમાવાનો વારો આવ્યો છે.
 
45 ટ્રાન્સજેન્ડર્સની હત્યા
 
- દેશના કબીલા વિસ્તારોમાં ટ્રાન્સજેન્ડર્સની સાથે સૌથી વધુ શોષણ અને હિંસા થયાનું બહાર આવ્યું છે.
- ઓનલાઈન એક્ટિવિસ્ટ નેટવર્ક ટ્રાંસ એક્શન ખેબર પખ્તુનખ્વાએ સોશિયલ મીડિયા પર આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
- નેટવર્કનું કહેવું છે કે ખેબર પખ્તુનખ્વામાં ઓર્ગેનાઈઝ ક્રિમિનલ ગેંગ છે, જે ટ્રાન્સજેન્ડર્સનું સેક્સુઅલી અને વ્યવસાયિક શોષણ કરે છે.
- એક્ટિવિસ્ટની રિપોર્ટ પ્રમાણે આ જ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે 45 ટ્રાન્સજેન્ડર્સનાં મોત થયા હતા.
 
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lahore high court order on Transgenders are Includes in population
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext