Home »International News »Pakistan» Pakistans Most Dangerous Road Which Are Know As Road Of Death

એક ભૂલ પહોંચાડે મોતનાં મૂખમાં, આ છે પાકિસ્તાનના 'રોડ ઓફ ડેથ'

divyabhaskar.com | May 07, 2017, 13:00 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃકેટલાક લોકોને ડ્રાઈવિંગનો ખાસ શોક હોય છે, પરંતુ ઘણીવાર રસ્તા એટલા ખતરનાક હોય છે કે પાવરફૂલ ડ્રાઈવરને પણ પરસેવો છૂટી જાય છે. આવા જ કેટલાક ખતરનાક રસ્તા આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલા છે. આ રસ્તા એટલા ખતરનાક છે કે તેના પર પસાર થતા સમયે એક ભૂલ સીધા મોતના મૂખમાં પહોંચાડે તેવા છે. પાકિસ્તાનમાં આ રસ્તાઓને 'રોડ ઓફ ડેથ' કહેવામાં આવે છે.
 
ફેયરી મેડોઝ રોડ
 
- અંદાજે 16.2 કિમી લાંબો આ રસ્તો ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતના નંગા પર્વત પર બનેલો છે.
- પર્વતથી  અવારનવાર પથ્થરના ટૂકડા પડતા રહે છે જેના કારણે પાકો રસ્તો બનાવવો મુશ્કેલ છે.
- આ રસ્તા પરથી માત્ર કાર, બાઈક્સ અને જીપ જ પસાર થઈ શકે છે, જેના ડ્રાઈવર એક્સપર્ટ હોવા જરૂરી છે.
- વરસાદની સીઝનમાં આ રસ્તા બંધ કરી દેવામાં આવે છે, પાકિસ્તાનમાં આ પસ્તાને રોડ ઓફ ડેથ કહેવામાં આવે છે.
- દુનિયાભરમાંથી અહીં માઉન્ટેનિયર ફોટોગ્રાફી માટે અહીં આવે છે.
- આ રસ્તા પર ડ્રાઈવિંગની મંજૂરી માત્ર સર્ટિફાઈડ ડ્રાઈવર્સને જ આપવામાં આવે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, પાકિસ્તાનના આવા જ અન્ય 8 ખતરનાક રસ્તા વિશે....
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistans most dangerous Road which are know as Road of death
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended