Home »International News »Pakistan» America Imposes Sanctions On Pak Based Extremists Organizations

PAKમાં આતંકીઓને ફટકો, આર્થિક મદદ કરનારા સંગઠન પર USએ લગાવ્યો બેન

divyabhaskar.com | May 12, 2017, 18:15 PM IST

  • મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ દ્વારા સંચાલિત આતંકી સંગઠન પર પ્રતિબંધ (ફાઈલ)
વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાનમાં સ્થિત આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના જમાત ઉદ દાવા દ્વારા સંચાલિત એક સંગઠન પર પ્રિતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આતંકવાદીઓનું નેતૃત્વ અને નાણા એકત્રિત કરનારા નેટવર્કની કમર તોડવા માટે લગાવવામાં આવ્યો છે.
 
આતંકી સંગઠનને મદદ કરનારા સંગઠન પર પ્રતિબંધ
 
અમેરિકાના ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન અસેટ્સ કંટ્રોલ (OFAC)ના ડિરેક્ટર જોન સ્મિથે કહ્યું કે આ પ્રતિબંધો લગાવવાનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓના આર્થિક નેટવર્કને નષ્ટ કરવાનો છે. આ નેટવર્કથી જ તાલિબાન, અલ કાયદા, આઈએસઆઈએસ અને લશ્કર એ તોયબાને આત્મઘાતી હુમલાખોરો તથા અન્ય હિંસક પ્રવૃતિને મદદ પહોંચાડવામાં આવે છે. સ્મિથે કહ્યું કે અમેરિકા ભવિષ્યમાં પણ પાકિસ્તાન અને તેની આસપાસ આતંકી ગતિવિધિઓ પર આક્રમક પગલા લેતું રહેશે.
 
પાકિસ્તાનમાં ખોરાસનમાં આતંકી ગતિવિધિઓ વધુ
 
પ્રતિબંધ લશ્કર એ તોયબા, જમાત ઉદ દાવા, તાલિબાન, જમાત ઉલ દાવા અલ કુરાન અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અને આઈએસઆઈએસ ખોરાસન પર લગાવવામાં આવ્યો છે. ખોરાસન એક ઐતિહાસિક વિસ્તાર છે જેમાં ઉત્તરપૂર્વ ઈરાનનો મોટો વિસ્તાર દક્ષિણ તુર્કમેનિસ્તાન, ઉત્તર અફઘાનિસ્તાન અને ભારતનો ભાગ સામેલ છે. પ્રતિબંધ વિશેષ રીતે હયાતુલ્લા ગુલામ મોહમ્મદ, અલી મોહમ્મદ અબુ તુરબ, વેલફેયર એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ જમાત ઉદ દાવા ફોર કુરાન એન્ડ સુન્ના માટે કથિત રીતે નાણા એકત્રિત કરનારા સંગઠન ઈનાયત ઉર રહેમાન પર લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ પાકિસ્તાનમાં નજરકેદ છે, થોડા દિવસ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હાફિઝની નજરકેદની સજા 90 દિવસ વધારી છે. પંજાબ સરકારે દેશના આતંકવિરોધી કાયાદ હેઠળ સઈદ અને તેના ચાર સાથીઓને હાઉસ અરેસ્ટની અવધી વધારવાનો નિર્ણય લીધો છે.
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: america imposes sanctions on pak based extremists organizations
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended