Home »International News »Middle East» Apache Helicopter Killed 40 Refugees Yemen Coast

યમનઃ હેલિકોપ્ટર હુમલામાં 40 સોમાલિયન શરણાર્થીઓનાં મોત

divyabhaskar.com | Mar 18, 2017, 17:52 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યમનમાં હવાઈ હુમલામાં 40 સોમાલિયન શરણાર્થીઓનાં મોત થયાં હતાં. તેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. લોકો રાતા સમુદ્રમાં એક હોડી પર સવાર હતા. 
 
35 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. નાવિક ઇબ્રાહિમ અલી ઝાયેદના જણાવ્યા, અનુસાર હુમલામાં 80 શરણાર્થીઓને બચાવી લેવાયા હતા. હુમલો તે સમયે થયો હતો જ્યારે હોડી યમનના મંદેબ અખાતથી પસાર થઇ રહી હતી.
 
હુમલો કોણે કર્યો, યમનની સેના કે બળવાખોરોએ તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. યુદ્ધ છતાં શરણાર્થીઓ યમન પહોંચી રહ્યા છે. અહીં રહેલા 1.7 કરોડ યમની લોકોને મદદની જરૂર છે. અહીં ભૂખમરો ફેલાવાનો પણ ખતરો છે. મંદેબનો અખાત રાતા સમુદ્રનો મહત્વનો વિસ્તાર છે જ્યાંથી રોજ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અમેરિકા, યુરોપ અને એશિયા જાય છે. 
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Apache Helicopter killed 40 refugees Yemen coast
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended