Home »International News »Middle East» Rodrigo Duterte Supports To Turkey And Mongolia For Joining ASEAN

દુતેર્તેએ કહ્યું- તુર્કી-મોંગોલિયા ઈચ્છે તો ASEANમાં સામેલ કરવા માટે સ્પોન્શર કરીશ

divyabhaskar.com | May 17, 2017, 11:11 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃફિલિપાઈન્સના વિવાદિત રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ મંગળવારે કહ્યું હતું કે આસિયાનમાં મોંગોલિયા અને તુર્કીને પણ સામેલ કરાશે. દેશોના નેતાઓએ સંગઠનમાં સામેલ થવા માટે ઈચ્છા દર્શાવી છે અને માત્ર ભૌગોલિક અંતરના કારણે તેમને દૂર રાખી ન શકાય. આસિયાન દક્ષિણ પૂર્વ એશિયન દેશોનું સંગઠન છે અને બંને દેશ ભૌગોલિક ક્ષેત્રમાં નથી આવતા.

દુતેર્તે વર્ષે આસિયાનના અધ્યક્ષ છે. તેમણે બેઈજિંગમાં તુર્કીના રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગન અને મોંગોલિયાના વડાપ્રધાન જરગલતુલ્ગા અર્દેનબાત સાથે મુલાકાત કરી હતી. નેતા ઓબોર સંમેલનમાં ભાગ લેવા બેઈજિંગ આવ્યા હતા. દુતેર્તેએ કહ્યું કે, હું હાલમાં અધ્યક્ષ છુ, તેઓ ઈચ્છે છે કે આસિયાનમાં તેમના પ્રવેશને સ્પોન્સર કરું. તો શા માટે નહીં. દુતેર્તેએ કહ્યું કે મ્યાનમારના નેતા આંગ સાન સૂ કીએ મને પુછ્યું હતું કે શું ક્ષેત્ર બહારના દેશોને સભ્ય બનાવી શકાય તો, મેં કહ્યું કે શા માટે બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે સૂ કી પણ ઓબોર સંમેલનમાં સામેલ થયા હતા.
 
1967માં આસિયાનની સ્થાપના
 
આસિયાનનીસ્થાપના 1967માં થઈ હતી. સભ્યદેશોના આર્થિક વિકાસ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે તેમજ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સંગઠન રચાયું હતું. તેનુ હેડક્વાર્ટર ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં છે. તેના સંસ્થાપક સભ્ય થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મેલશિયા, ફિલિપાઈન્સ અને સિંગાપોર હતા.
 
તુર્કીઃ
એશિયાથી યુરોપ સુધી ફેલાયેલો દેશ, નાટોમાં સભ્ય, 15 જુલાઈની નિષ્ફળ ક્રાંતિ પછી રાષ્ટ્રપતિ એર્દોગને દેશની તમામ શક્તિ પોતાના હાથમાં લીધી. યુરોપીયન સંઘે તેમના સભ્યપદનું આવેદન ઘણા વર્ષ સુધી લટકાવી રાખ્યું હતું.
 
મોંગોલિયાઃ
ચીન અને રશિયા વચ્ચે જમીનથી ઘેરાયેલો દેશ. ગોબીના રણ માટે ઓળખાય છે. સમુદ્રથી દૂર, ખ્યાતમામ ચંગેજ ખાન અહીંનો હતો. હાલમાં 50 ટકા વસ્તી બૌદ્ધ છે.
 
 
આગળ જાણો, કેટલા અને કયા કયા દેશો જોડાયેલા છે આસિયાનમાં............
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rodrigo Duterte supports to Turkey and Mongolia for joining ASEAN
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended