Home »International News »Middle East» What Happened To Wives And Children Of World Most Wanted Man

વિશ્વના સૌથી ખૂંખાર આતંકીની પત્નીઓ અને સંતાનોની જિંદગી પરથી હટ્યો પડદો

divyabhaskar.com | May 16, 2017, 11:37 AM IST

  • મોસ્ટ વોન્ટેડ આતંકી ઓસામા બિન લાદેન
ઇન્ટરનેશનલ ડેસ્કઃ 10 સપ્ટેમ્બર, 2001ના દિવસે ઓસામા બિન લાદેન ઉતાવળમાં હતો, તે પત્નીઓનાં રૂમમાં આવ્યો અને બધાને ઓર્ડર આપ્યો કે એક-એક બેગ ભરી લે.
 
- અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત ઘરમાંથી પત્નીઓ તથા નાના બાળકોને શિફ્ટ કરવાનો ઓર્ડર ઓસામા આપી ચૂક્યો હતો.
- ઓસામાના મોટા દીકરાઓ આતંકી બાપની સાથે જોડાવાના હતા. નવ વર્ષનો નાનકડો દીકરો લાદિન જ બચ્યો હતો જે અન્ય મહિલાઓ તથા નાના બાળકો સાથે એક સોવિયત સમયની બસમાં ચડી ગયો. 
- ઓસામાએ બીજો ઓર્ડર આપ્યો કે, જેવી બસ અટકે તમે (પત્નીઓ, સંતાનો તથા પૌત્ર-પૌત્રીઓ) ઉતરી જજો. 
 
લગભગ ત્રણ દિવસની અત્યંત કષ્ટદાયક જર્ની પછી બસ જલાલાબાદની બહાર ઊભી રહી. જ્યાં ચાર મીટર ઊંચી ગારાની દીવાલો વચ્ચે એક ઘર હતું જેનું ધ્યાન રાખવા ગાર્ડ ટાવર્સ પણ હતા. એક સમયે અલ-કાયદાના જેહાદીઓનો ટ્રેનિંગ કેમ્પના બેરેક્સ તરીકે ઉપયોગમાં લેવાતા આ ઘરમાં ઠેર ઠેર કારતૂસોના બોક્સ, ફૂડ પેકેટ અને ખાલ કેમિકલ બોટલ્સ પડેલા હતા. તરત જ લાદેનની બીજા નંબરની પત્ની ખૈરિઆહે સાફ સફાઇ શરૂ કરી. 
 
ઇમરજન્સી માટે પત્નીઓને પણ સુસાઇડ બેલ્ટ આપ્યો હતો લાદેને
 
- જલાલાબાદના આ ઘરમાં ઓસામાની પત્નીઓ સિવાય તેની 14 વર્ષની દીકરી ખદિજા હતી. તે હાલમાં જ મા બની હતી. 
- બે વર્ષ પહેલા ખદિજા અને તેની સાવકી બહેન ફાતિમાના તેમનાથી બમણી વયના સાઉદી ભાઇઓ સાથે એક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. બંને સાઉદી ભાઇઓ પરિણીત અને આતંકી ફાઇટર હતા. 
- ઓસામાના દીકરા સાદની પત્ની વફા તથા ઓસામાની સૌથી નાની પત્ની અમાલને નવજાત સંતાનો પણ ત્યાં જ હતા. 
- ઓસામાની પત્નીઓ હાજર પુરુષ ગાર્ડ્સ સાથે વાત ન કરી શકે. જો કે, ગાર્ડ્સ વચ્ચે ચાલતી વાતચીતના આધારે એમને એ ખબર પડી ગઇ કે પતિ દ્વારા કોઇ 'પ્લેન ઓપરેશન' પાર પાડવામાં આવ્યું છે. જો કે, એથી વધુ કોઇ માહિતી તેમની પાસે ન હતી. 
- વળી, અલ-કાયદાના ગાર્ડ્સ કોઇ પરિચિત પુરુષની હાજરી સિવાય મહિલાઓના રૂમમાં પ્રવેશી ન શકે આથી ઇમરજન્સીના સમયમાં ઓસામાએ પત્નીઓને સુસાઇડ બેલ્ટ લગાવીને બ્લાસ્ટ કરવાની સૂચના આપેલી હતી. 
- પોતાના પતિ અને દીકરાઓ ફરીથી ક્યારે જોવા મળશે તેની અવઢવમાં પત્નીઓ ધાબળા નીચે એકે-47 અને ગ્રેનેડ્સ લઇને ઉંઘવાનો પ્રયત્ન કરી રહી હતી. 
 
સ્લાઇડ્સ બદલોને જાણો ઓસામાનો પરિવાર કેવી રીતે ઘડાયો
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What happened to wives and children of World most wanted man
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended