Home »International News »Middle East» At Least 51 Killed In Baghdad Blast, ISIS Claims Responsibility

ઇરાકઃ બગદાદમાં ભયાનક બ્લાસ્ટ, 52નાં મોત, ISIS એ સ્વીકારી જવાબદારી

divyabhaskar.com | Feb 17, 2017, 13:27 PM IST

બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદના દક્ષિણ ભાગના એક બજારમાં ગુરુવાર 16 ફેબ્રુઆરી એ થયેલા કાર બોમ્બ બ્લાસ્ટમાં 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કટ્ટર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. ISISની માહિતી આપતી ન્યૂઝ એજન્સી અમાક અનુસાર, શિયા મુસ્લિમોની ભીડને ટારગેટ બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. 
 
સોશિયલ મીડિયા પર શેર થયેલી મોબાઇલ ફોનની ક્લિપિંગમાં બ્લાસ્ટથી અંગો છૂટા પડી ગયેલા મૃતદેહો નજરે પડે છે. વિસ્ફોટ સ્થાનિક સમયાનુસર સાંજે 4.15 કલાકે થયો હતો. ત્રણ દિવસમાં ઇરાકમાં આ પ્રકારનો ત્રીજો હુમલો થયો છે. 
 
બગદાદ ઓપરેશન્સ કમાન્ડના સ્પોક્સપર્સને એક નિવેદનમાં કહ્યું કે, બાયામાં આતંકી કારમાં બ્લાસ્ટ થયો. ગૃહ મંત્રાલયના એક ઓફિસરે મૃતકોની સંખ્યા 52 દર્શાવી અને કહ્યું કે, 50થી વધુ લોકો ઘાયલ થયા છે. 
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: At least 51 killed in Baghdad blast, ISIS claims responsibility
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended