Home »International News »Middle East» IS Video: 4 Year Old Boy Shots And 10 Year Old Beheading Man

ISની ક્રૂરતા: 4 વર્ષના છોકરાને ગોળી ચલાવતા, 10 વર્ષનાં બાળકોને ગળા કાપતાં બતાવ્યાં

Agency, Damascus | Jan 10, 2017, 10:18 AM IST

દમિશ્ક : કુખ્યાત આતંકવાદી જૂથ આઈએસ દ્વારા ફરી એક વખત બાળકોને હાથમાં બંદૂકો પકડાવી હોવાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. સોમવારે આવેલા આ વીડિયોમાં આઈએસની ક્રૂર માનસિકતા પણ ભારોભાર જોવા મળે છે. વીડિયોમાં માત્ર ચાર વર્ષનો એક કુર્દીશ છોકરો કેદીને ગોળી મારતો જોવા મળે છે. આ છોકરો ગોળી ચલાવતી વખતે ડરતો હોવાથી આંખ બંધ કરીને ફાયરિંગ કરે છે. આ વીડિયોમાં જ અન્ય એક 10 વર્ષનો છોકરો કેદીનું ગળુ કાપતો જોવા મળે છે. આ બાળક તો આતંકીઓના ગણવેશમાં જોવા મળે છે.
 
એક મહિનામાં ચોથો વીડિયો
 
આઈએસ દ્વારા એક જ મહિનામાં આ ચોથો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. ગત સપ્તાહે પણ બે વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બે ઈરાકી સૈનિકોને જીવતા સળગાવતા અને એક કેદીને પાણીમાં ડુબાડીને મારતા બતાવ્યા હતા. ઉપરાંત, એક મહિના પહેલા બાળકોને હથિયારોની ટ્રેનિંગ આપતા હોય તેમજ આઈએસનો ઝંડો ફરકાવતા હોય તેવો વીડિયો આવ્યો હતો.
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IS Video: 4 Year old boy Shots and 10 year old beheading man
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended