Home »International News »China» Students Who Had Occupied Tiananmen Square For Seven Weeks

ચીનનો કાળો દિવસઃ જ્યારે આંદોલન રોકવા સ્ટુડન્ટ પર ચડાવી ટેંક

divyabhaskar.com | Mar 20, 2017, 11:46 AM IST

  • કમ્યૂનિસ્ટ પાર્ટીના ઉદારવાદી નેતા હુ યાઓબેગની મોત સામે સ્ટૂડેન્ટ્સે થિયાનમેન ચોકમાં પ્રદર્શન શરૂ કર્યું હતુ.
ઈન્ટરનેશનલ ડેસ્ક:28 વર્ષ પહેલા ચીનની રાજધાની બેજિંગમાં એક મોટું આંદોલન છેડાયું હતું. પ્રો-ડેમોક્રેસી સ્ટૂડેનટ્સે અહીં થિયાનમેન સ્કવેયર પર કબજો જમાવી લીધો હતો. પીપુલ્સ લિબરેશન આર્મીએ ખુબ જ હિંસક રીતે સ્ટૂડેન્ટને ત્યાંથી હટાવ્યા હતા. આંદોલનમાં અનેક લોકોનાં મોત થયા હતા, જેને થિયાનમેન નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે.
 
સ્ટૂડેન્ટ્સ પર ચડાવી દીધી ટેન્ક
 
- છ સપ્તાહ સુધી ચાલેલુ હજારો લોકોનું પ્રદર્શન કમ્યૂનિસ્ટ પાર્ટી અને ચીની સરકાર સામે હતુ.
- સ્ટૂડેન્ટ્સે રાજનૈતિક બદલાવ અને લોકતંત્રને લઈને પ્રદર્શન શરૂ કર્યું હતુ.
- એપ્રિલ 1989ની શરૂઆતમાં સરકાર વિરોધી ઝૂંબેશને ખુબ સમર્થન મળ્યૂ.
- 20 મેના રોજ સરકારે માર્શલ લો લાગુ કરી સેનાને સડક પર ઉતારી હતી.
- ત્રણ જૂનની રાતે અને ચાર જૂનની સવારે સેનાએ પ્રદર્શનકારીઓને થિયાનમેન સ્કવાયરમાંથી દૂર કરવાની શરૂઆત કરી.
- સેનાએ લોકો પર ગોળીઓ અને બોમ્બ ફેંકવામાં જરાય પાછી પાની કરી નહીં.
- સડકો પર ટેન્ક ઉતારી અને નિર્દોષ લોકોને કચડી નાખ્યા.
- આ સૈનિક કાર્યવાહીમાં હજારો લોકો માર્યા ગયા. જો કે હજી સુધી સરકાર તરફથી સાચો આંકડો જાહેર કરાયો નથી.
 
આગળની સ્લાઈડ પર જુઓ થિયાનમેન આંદોલન વખતેના કેટલાક ફોટોઝ.......
(China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: students who had occupied Tiananmen Square for seven weeks
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended