Home »International News »China» Spokeless Bailang River Bridge Ferris Wheel Opens In China

જોનાર દરેકને થાય એક જ સવાલ, આને ઊભું કેવી રીતે રાખ્યું હશે?

divyabhaskar.com | May 18, 2017, 15:00 PM IST

  • સમગ્ર વ્હીલને એક રોટેશન પૂર્ણ કરવામાં 28 મિનિટ જેટલો સમય લાગે છે
ઇન્ટરનેશનલ ડેસ્કઃલંડન અને સિંગાપોર જતાં ટૂરિસ્ટ ખાસ કરીને લંડન આઇ કે સિંગાપોર ફ્લાયરમાં બેસીને સમગ્ર શહેરનો વ્યૂ માણતા હોય છે. ચીનમાં પણ આ પ્રકારનું જ એક વિશાળ વ્હીલ કે જેને સરળ ભાષામાં ચકડોળ કહેવાય તૈયાર કરવામાં આવ્યું છે. ચીનાઓએ તૈયાર કરેલું વ્હીલ વિશાળ તો છે જ પરંતુ સ્પોકલેસ છે. અર્થાત્ સમગ્ર વ્હીલને વચ્ચેથી કોઇ સપોર્ટ જ નથી. વિશ્વમાં પહેલીવાર આ પ્રકારની સ્પોકલેસ વ્હીલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જ્યારે લંડન આઇ કે સિંગાપોર ફ્લાયરની ડિઝાઇન સાઇકલના પૈડાં જેવી છે.  

સ્પોકલેસ વ્હીલની ડિઝાઇનની ખાસિયતો

- વ્હીલને તૈયાર કરવામાં 4600 ટન સ્ટીલનો યૂઝ કરવામાં આવ્યો છે. 
- વ્હીલની ડિઝાઇનમાં સ્ટીલના બીમ્સને ક્રિસ ક્રોસ (સાંકળની જેમ) પેટર્નમાં એકબીજામાંથી પસાર કરવામાં આવ્યા છે. 
- સ્પોકલેસ બનાવવા માટે વ્હીલને 'ડ્રેગનની કરોડરજ્જુ' જેવી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવ્યું છે. 
- વ્હીલ 475 ફૂટ ઊંચું છે. 
- વ્હીલમાં કુલ 36 બોગી છે, જેમાં એક સાથે 10 પેસેન્જર્સ બેસી શકે છે. 
- આ બોગીમાં ઇન્ટરનેટ અવેલેબલ રહેશે, જેથી લોકો સેલ્ફી ક્લિક કરી શકશે. 
- તે સિવાય બોગીમાં ખાસ ટીવી પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, તેમાં શું દર્શાવવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 
- વ્હીલને પૂર્વ ચીનના શાનડોંગ પ્રોવિન્સના વેઇફાંગ શહેરમાં બૈલાંગ નદીના બ્રિજ પર તૈયાર કરવામાં આવ્યું છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ અચરજ પમાડતી ડિઝાઇનવાળા ચીનના સ્પોકલેસ વ્હીલના ફોટોગ્રાફ્સ
(China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Spokeless Bailang River Bridge Ferris Wheel opens in China
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended