Home »International News »China» Japanese Princess Mako Will Marry A Commoner

જાણો જાપાનની રાજકુમારી દોમદોમ સાહ્યબી અને મહેલ છોડવા કેમ થઇ તૈયાર

divyabhaskar.com | May 17, 2017, 13:39 PM IST

  • પ્રિન્સેસ માકો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનીઝ પ્રિન્સેસે પોતાના રોયલ સ્ટેટસને છોડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જાપાનની પ્રિન્સેસ માકો એ કોલેજમાં સાથે ભણતા યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. રાજકુમારી માકોના આ નિર્ણયને કારણે લગ્ન થતાં જ પ્રિન્સેસ માકો પોતાનું રાજવી સ્ટેટસ ગુમાવી સામાન્ય જાપાનીઝ નાગરિક બની જશે. 
 
- જાપાનીઝ પ્રિન્સેસ જે યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે તે બીચ ટુરિઝમ વર્કર તરીકે કામ કરે છે. રાજકુમારી અને યુવક એક રેસ્ટોરાંમાં પહેલીવાર મળ્યા હતા. 
- જાપાનના રાજા અકિહિતોની પૌત્રીએ કેઇ કોમુરો સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, કેઇ સ્કી કરે છે, વાયોલિન વગાડે છે અને કૂકિંગ પણ કરે છે.  
- રાજકુમારીનું દિલ જીતનાર કેઇ અને પ્રિન્સેસ માકો ટોક્યોની ઇન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. 
- લગ્ન થતાં જ પ્રિન્સેસ માકો પોતાનું રાજવી પદ ગુમાવશે અને સામાન્ય જાપાનીઝ નાગરિક બની જશે. 
 
આગળ વાંચોઃ પહેલીવાર ક્યાં મળ્યા હતા જાપાનીઝ પ્રિન્સેસ અને કેઇ
(China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Japanese Princess Mako will marry a commoner
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended