Home »International News »China» China Installs Rocket Launchers On Disputed South China Sea Area

સાઉથ ચાઇના સીના વિવાદિત ટાપુ પર ચીને ઇન્સ્ટોલ કર્યા રોકેટ લોન્ચર્સ

divyabhaskar.com | May 18, 2017, 13:34 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીને વિવાદિત સાઉથ ચાઇના સીમાં રોકેટ લોન્ચર્સ ગોઠવ્યા છે. વિયેતનામના કોમ્બેટ ડાઇવર્સને પહોંચી વળવા માટે ચીને આ પગલું ઉઠાવ્યું હોવાના અહેવાલો સ્થાનિક મીડિયામાં ફરતા થયા છે. 
 
- સાઉથ ચાઇના સી મુદ્દે ચીને કહ્યું હતું કે, અહીં ટાપુઓ પર જે મિલિટરી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે, તે વિસ્તારની સુરક્ષા કરવા માટે છે. 
- ચીને કહ્યું હતું કે, અમે અમારા વિસ્તારની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરીશું. 
- અમેરિકા વિવાદિત વિસ્તારમાં ચીનની વધતી મિલિટરી એક્સર્સાઇઝની ટીકા કરી રહ્યું છે. 
- એટલું જ નહીં આ વિસ્તારની નજીક અમેરિકા એર અને નેવી પેટ્રોલિંગ પણ કરે છે. 
- ચીનના સરકારી ન્યૂઝપેપર ડિફેન્સ ટાઇમ્સે પોતાના વીચેટ એકાઉન્ટમાં રિપોર્ટ કર્યું હતું કે, નોરિન્કો CS/AR-1 55mm એન્ટી-ફ્રોગમેન રોકેટ લોન્ચરને સાઉથ ચાઇના સીમાં આવેલા સ્પ્રાટ્લી ટાપુ પાસેની ફિયરી ક્રોસ રીફમાં ઇન્સ્ટોલ કર્યા છે. 
- આ રોકેટ લોન્ચર દરિયામાં હુમલા કરતા કોમ્બેટ ડાઇવર્સને શોધીને તેમના પર હુમલો કરશે. 
- ફિયરી ક્રોસ રીફ પર ચીને કબ્જો જમાવેલો છે, જ્યારે ફિલિપીન્સ, વિયેતનામ તથા તાઇવાન તેના પર પોતાની માલિકી હોવાનો દાવો કરી રહ્યા છે. 
- જો કે, ચીને ક્યારે રોકેટ લોન્ચર ઇન્સ્ટોલ કર્યા તે સ્પષ્ટ નથી થતું. પરંતુ અહેવાલ અનુસાર, 2014માં વિયેતનામના ડાઇવર્સે પેરાસેલ ટાપુ પાસે મોટી સંખ્યામાં માછીમારી માટેની નેટ્સ બિછાવ્યા પછી ચીને આ પગલું ભર્યું હતું. 
 
સ્લાઇડ બદલોને જાણો સાઉથ ચાઇના સીનો વિસ્તાર કેમ આટલો અગત્યનો છે અને તેનો વિવાદ શું છે
(China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: China installs rocket launchers on disputed South China Sea area
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended