Home »International News »China» India Offers Akash Missile Surface To Vietnam

ચીનને ઘેરવાની કવાયત, વિયેતનામને આકાશ મિસાઈલ વેચવાની તૈયારીમાં ભારત

divyabhaskar.com | Jan 09, 2017, 11:53 AM IST

  • (ફાઈલ) જમીન પર વાર કરતી સ્વદેશી મિસાઈલ 'આકાશ'
ઈન્ટરનેશનલ ડેસ્કઃભારત હવે ચીનના પડોશી દેશ વિયેતામની સાથે વેપાર અને ડિફેન્સ રિલેશન વધારવાની દિશામાં પગલા લેવાની શરૂઆત કરી છે. જેમા ભારત વિયેતનામને જમીન પર વાર કરતી સ્વદેશી મિસાઈલ વેચવાની તૈયારી દર્શાવી છે. બંને દેશો વચ્ચે આ મુદ્દે વાતચીત શરૂ થઈ છે. ભારતના આ નિર્ણયને એશિયા-પેસિફિક વિસ્તારમાં ચીનની આક્રમકતાને કાઉન્ટર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. 
 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિયેતનામને આકાશ મિસાઈલ વેચવાની દિશામાં વાતચીત ચાલી રહી છે.
- આ પહેલા ભારતે વિયેતનામને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને સ્વદેશી સબમરીન વિરોધી ટોર્પિડો વરુણાસ્ત્ર પણ આપવાની તૈયારી દર્શાવી હતી.
- ભારત આ વર્ષે વિયેતનામી ફાઈટર પાઇલટ્સને સુખોઈ-30MKI ફાઈટર જેટ્સ પર ટ્રેનિંગ પણ આપશે.
- ભારતે ચીનના પડોશી દેશ જાપાન અને વિયેતનામ સાથે સંબંધો વધારવાની દિશામાં પગલા લીધા છે.
- ઉલ્લેખનીય છે કે NSGમાં એન્ટ્રી, આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધ જેવા મામલામાં ભારતની વિરુદ્ધમાં ઉભુ રહ્યું છે.
 
ભારતનું વ્યૂહાત્મક પગલું

- ભારતના આ પગલાને રણનીતિક રીતે જોવામાં આવી રહ્યું છે.
- ઉલ્લેખનીય છે કે ભારતે 2007માં વિયેતનામની સાથે રણનીતિ સંબંધની શરૂઆત કરી હતી.
- ગત વર્ષે સપ્ટેમ્બરમાં પીએમ મોદીની હનોઈ યાત્રા દરમિયાન બંને દેશોની સંબંધોમાં નવી ઉંચાઈ આવી હતી.
 
વિયેતનામ ભારતનું 'નજીકનું મિત્ર'
 
ભારતીય રક્ષા મંત્રી મનોહર પર્રિકરે પણ વિયેતનામને 'નજીકનો દોસ્ત' ગણાવ્યું હતું.
- તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે સૈન્ય અને સુરક્ષા સંબંધ વધારવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.
- જેમાં વિયેતનામને હથિયારો વેચવા સહિત તેમના સૈનિકોને ટ્રેનિંગ પણ આપવામાં મદદ કરવામાં આવી રહી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: india offers akash missile surface to Vietnam
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext