Home »International News »China» Yeonmi Park Reveals Horrific Secret Of North Korea

'મને બચાવવા મારી મા એ સહન કર્યું રેપનું દર્દ', વિશ્વના સૌથી સિક્રેટ દેશનું સત્ય

divyabhaskar.com | Mar 16, 2017, 18:49 PM IST

  • યોન્મી પાર્કે 2014માં ડબલિનમાં વન યંગ વર્લ્ડ સમિટમાં સંબોધન કર્યું હતું, જેનો વીડિયો વાઇરલ થયો હતો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયાના ક્રૂર તાનાશાહોએ દેશના નાગરિકો પર કેવો ત્રાસ ગુજાર્યો છે તેનો એક વીડિયો વાઇરલ બન્યો છે. વીડિયોમાં જાણીતી નોર્થ કોરિયન એક્ટિવિસ્ટ 24 વર્ષની યોન્મી પાર્ક છે. 12 માર્ચે ફેસબુક પર પોસ્ટ થયેલા વીડિયોને 1.70 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં યોન્મી કહે છે કે, નોર્થ કોરિયામાં માત્ર એક જ ટીવી ચેનલ છે, ત્યાં કોઇ ઇન્ટરનેટ નથી. ત્યાં ગાવાની, ગમતાં કપડાં પહેરવાની અને વિચારવાની પણ સ્વતંત્રતા નથી. ઉત્તર કોરિયામાંથી કોઇ ઇન્ટરનેશનલ કોલ્સ કરતું ઝડપાય તો પણ તેની હત્યા કરવામાં આવે છે. ત્યાં કોઇ પુસ્તકો નથી, કોઇ લવ સ્ટોરીવાળી ફિલ્મો નથી, કોઇ સ્ટોરી નથી. ત્યાં માત્ર ક્રૂર કિમ તાનાશાહોની જ વાર્તાઓ છે. 
 
ફ્રેન્ડની મમ્મીની થઇ જાહેરમાં હત્યા
 
યોન્મી પાર્કે કહ્યું હતું કે, હું 1993માં જન્મી. નવ વર્ષની થઇ ત્યારે મારી નજર સામે મારી ફ્રેન્ડની મમ્મીને હત્યા કરવામાં આવી. તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે હોલિવૂડની ફિલ્મ જોઇ હતી. 
 
મને બચાવવા મારી મા એ રેપ સ્વીકાર્યો
 
નોર્થ કોરિયા અંગે યોન્મીએ જણાવ્યું કે, 2007માં ભાગીને હું ચીન પહોંચી. ત્યારે ચીનમાં મારા પિતાનું મોત થયું. ત્યારે હું રડી પણ ન શકી, કારણ કે ડર હતો કે જો રડતા પકડાઇશ તો મારે પાછા નોર્થ કોરિયા જઉં પડશે. 13 વર્ષની હતી ત્યારે એક ચીની બ્રોકર મારો રેપ કરવા ઇચ્છતો હતો. મારી મા વચ્ચે પડી તો, ચીની બ્રોકરે કહ્યું કે, દીકરીની ઇજ્જત બચાવવી હોય તો તું આવી જા. ને મને બચાવવા માટે મારી મા એ રેપ સહન કર્યો. નોર્થ કોરિયાની 70 ટકા મહિલા અને છોકરીઓ કોઇને કોઇ શોષણનો ભોગ બનેલી હોય છે.   
 
સ્લાઇડ્સ બદલોને જાણો વિશ્વના સૌથી રહસ્યમય દેશની વિચિત્ર વાતો
(China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yeonmi Park reveals horrific secret of North Korea
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended