Home »International News »Bhaskar Gyan» Woman Give Birth In Coma After Touch Son She Get Up

મહિલાએ કોમામાં આપ્યો બાળકને જન્મ, 4 મહિના બાદ પુત્રના સ્પર્શથી આવી હોશમાં

divyabhaskar.com | Apr 21, 2017, 11:53 AM IST

  • અમેલિયા પુત્ર સેનટીનો સાથે
આર્જેન્ટિનાઃપૌરાણિક વાર્તાઓથી લઈને દુનિયાભરના ગ્રંથોમાં માતા અને પુત્રના સંબંધ વિશે ઘણું બધુ લખાયું. આ સંબંધમાં અનેકવાર એવા ચમત્કાર થયા જેના પર મેડિકલ સાઈન્સ પણ વિશ્વાસ કરવો પડે છે. આવી જ એક ઘટના આર્જેન્ટિનામાં સામે આવી છે. અહીં એક મહિલા ઈજાને કારણે કોમામાં જતી રહી હતી, આ દરમિયાન તે માતા પણ બની ગઈ હતી, એટલું જ નહીં ચાર મહિના બાદ બાળકના સ્પર્શથી તે હોશમાં પણ આવી ગઈ.
 
શું છે સમગ્ર ઘટના ?
 
ગ્લોબલ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે આર્જેન્ટિનાની મહિલા પોલીસ ઓફિસર અમેલિયા બેનન સહકર્મીઓ સાથે મિશન પર હતી, આ દરમિયાન તે એક દુર્ઘટનાનો શિકાર બની. અમેલિયા જે ગાડીમાં જતી હતી તે બેકાબૂ થઈ ગઈ. ગાડીમાં સવાર તમામ લોકોને ગંભીર ઈજા પહોંચી જ્યારે અમેલિયાને માથાના ભાગે ઈજા થતા તે કોમામાં સરી પડી હતી. ત્યારબાદ ડોક્ટરે ચેકઅપ કર્યું તો જાણવા મળ્યું કે અમેલિયાને પાંચ મહિનાનો ગર્ભવતી છે.
 
પરિવારજનોએ યાદગાર ક્ષણને કરી કેમેરામાં કેદ
 
ઘટનાના 54 દિવસ બાદ ક્રિસમસના દિવસે અમેલિયાએ પુત્રને જન્મ આપ્યો, એટલે કે અમેલિયાએ કોમામાં જ બાળકને જન્મ આપ્યો. અમેલિયાના પુત્રનું નામ સેનટીનો રાખવામાં આવ્યું. નવાજાત બાળકની માતા કોમામાં હોવાને કારણે પરિવારજનો પણ ખૂબ જ ઉદાસ હતા.  સેનટીનોની માસી દરરોજ તેને અમેલિયાને મળવા હોસ્પિટલ આવતી. એટલું જ નહીં સેનટીનો માતા સાથે રહેતો. ત્યારબાદ અંદાજે ત્રણ વર્ષ બાદ અચાનક સેનટીનોના સ્પર્શથી અમેલિયા હોશમાં આવી ગઈ. આ દરમિયાન સેનટીનોની માસી તથા પરિવારજનો પણ ત્યાં હાજર હતા. તેઓએ અમેલિયા અને સેનટીનોની આ યાદગાર ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. બાદમાં વીડિયોને ફેસબૂક પર શેર કરવામાં આવ્યો.
 
આગળની સ્લાઈડ પર જુઓ અમેલિયા અને તેના પુત્ર સેનટીનોના વધુ ફોટોગ્રાફ્સ.....
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Woman Give Birth In Coma after Touch son she get up
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended