Home »International News »Bhaskar Gyan» Rare Photos Of Facebook CEO Mark Zuckerberg On His Birthday

દુનિયાનો 5મો સૌથી અમીર શખ્સ, હોસ્ટેલના એક રૂમમાંથી કરી હતી શરૂઆત

divyabhaskar.com | May 15, 2017, 12:57 PM IST

  • હોસ્ટેલકાળ દરમિયાન માર્ક ઝકરબર્ગ
ઈન્ટરનેશનલ ડેસ્કઃફેસબૂકકના સીઈઓ અને કો ફાઈન્ડર માર્ક ઝકરબર્ગ રવિવારે 33 વર્ષના થયા. ઝકરબર્ગની ગણના દુનિયાના પાંચમાં સૌથી અમીર શખ્સ તરીકે થાય છે. અત્યારે તેમની નેટ વર્થ 3760 અરબ રૂપિયા છે, તેઓએ ફેસબૂકની શરૂઆત એક રૂમમાંથી કરી હતી જે આજે એક વટ વૃક્ષ બની ગઈ છે.
 
કોલેજની હોસ્ટેલના રૂમમાંથી કરી હતી શરૂઆત
 
ઝકરબર્ગ 2002માં જ્યારે ફિલિપ એક્સટર એકેડમીમાં ગ્રેજ્યુએશન કરી રહ્યાં હતા. અહીં કોલેજના સ્ટુડન્ટ્સ માટે ડાયરેક્ટ્રી બનાવવામાં આવી હતી, જેને ફોટો બૂક કરવામાં આવતું. આ ફોટોબૂકમાં કોલેજના સ્ટુડન્ટ્સના ફોટોની સાથે તેઓની પર્સનલ જાણકારી પણ ઓનલાઈન થતી હતી. તેઓના મગજમાં ફેસબૂકનો આઈડિયા આવ્યો.હાવર્ડમાં સ્ટડી દરમિયાન માર્કે ફેસબૂકના પોતાના પ્રાઈવેટ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું અને તેને ઓફિશિયલી લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી.
 
4 ફેબ્રુઆરી 2004માં હાવર્ડ યુનિવર્સિટીમાં હોસ્ટેલના રૂમમાં જ તેઓએ ફેસબૂકનું ઓફિશિયલ લોન્ચિંગ કર્યું. આ કામમાં તેઓની સાથે તેના ચાર મિત્રો એડુઆર્ડો સોવેરિન, એન્ડ્રયુ મેક્કોલમ, ડસ્ટિન મોસ્કોવિઝ અને ક્રિસ હ્યુઝ પણ સામેલ હતા. લોન્ચિંગના 6 દિવસ બાદ પણ તેઓ સીનિયર્સના આરોપમાં ફંસાઈ ગયા, તેઓએ માર્ક પર આઈડિયા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો, માર્ક સામે હાવર્ડ ક્રિમસનની પાસે ત્રણ ફરિયાદ થઈ જેને લઈને તપાસ પણ થઈ જેના કારણે માર્કને બીજા જ વર્ષમાં યુનિવર્સિટી છોડવાનો વારો આવ્યો.
 
કોલેજ છોડ્યા બાદ ઝકરબર્ગે તમામ ફોકસ પોતાના પ્રોજેક્ટ પર લગાવ્યું
 
બીજા વર્ષમાં કોલેજમાંથી કાઢી મૂકાયા બાદ પણ ઝકરબર્ગે હિંમત ન હારી અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. અનેક પ્રયાસો બાદ અંતે 2004માં ઝકરબર્ગને ફેસબૂક માટે પ્રથમ ઓફિસ મળી, ત્યારથી લઈને અત્યાર સુધી સતત માર્ક ઝકરબર્ગે પોતાના ડ્રિમ પ્રોજેક્ટને નવી ઉંચાઈએ પહોંચાડ્યો. જેની સફળતાના ભાગ રૂપે 2016માં માર્કનું નામ ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યરના લિસ્ટમાં સામેલ કર્યું. આ વર્ષે ફોર્બ્સની યાદીમાં દુનિયાના દસ સૌથી અમીર લોકોમાં ઝકરબર્ગનું નામ સામેલ કર્યું. 3760 અરબ રૂપિયાની નેટવર્થ સાથે તેઓ પાંચમાં નંબર પર છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ ફેસબૂકના સ્થાપકના કેટલાક ન જોયેલા ફોટોઝ....
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rare Photos Of Facebook CEO Mark Zuckerberg On His Birthday
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended