Home »International News »Bhaskar Gyan» Man Diagnosed With Bowel Cancer Taking Daughters Breast Milk To Beat

કેમ કેન્સરગ્રસ્ત પિતાએ પીવું પડ્યું દીકરીનું બ્રેસ્ટ મિલ્ક, જાણો કારણ

divyabhaskar.com | May 26, 2017, 18:45 PM IST

  • ફ્રેડ વ્હાઇટલૉ દીકરી જિલ સાથે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ નવજાત શિશુ માટે માનું દૂધ અતિ આવશ્યક હોય છે, ડોક્ટર્સ અનુસાર, નવજાત શિશુ માનું દૂધ પીવાથી સ્ટ્રોંગ અને ઇન્ટેલિજન્ટ બને છે. આ વાતો આ વાતો લગભગ દરેક જાણે જ છે, પરંતુ શું કોઇ એ જાણે છે કે, બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કેન્સરના ઇલાજ માટે પણ કરવામાં આવે છે. 
 
હેમલેટ છે રક્ષક
 
આ દાવો સ્વિડનના એક વિજ્ઞાનીએ કર્યો છે. તેઓ કહે છે કે માના દૂધમાં એક એવું તત્વ હોય છે જે ટ્યુમર સેલ્સને નષ્ટ કરે છે. તેમણે તત્વનું નામ હેમલેટ રાખ્યું છે. ખાસ વાત છે કે ફક્ત શરીરની ખરાબ કોશિકાઓને નષ્ટ કરે છે. જોકે સારી કોશિકાઓને કોઈ નુકસાન નથી પહોંચાડતું. તેની શોધ એક પ્રયોગ દરમિયાન એકાએક થઈ હતી. 
 
માના દૂધમાં રહેલા હેમલેટે ટ્યૂમર સેલ્સને કર્યા નષ્ટ
 
- વિજ્ઞાનીઓ મુજબ જ્યારે કેન્સરપીડિત એક દર્દીને હેમલેટ ઈન્જેક્શન લગાવાયું તો જોવા મળ્યું કે અમુક દિવસમાં તેના ટ્યુમર સેલ્સ નષ્ટ થવા લાગ્યા. 
- પ્રયોગ સૌથી પહેલાં બ્લેડર કેન્સર પર કરાયો. ઉપરાંત આંતરડાં અને સર્વિકલ કેન્સરના દર્દીઓ ઉપર પણ તેનો પ્રયોગ કરાયો જે સફળ રહ્યો. કીમોથેરાપીમાં પણ તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી હોતી. 
- હેમલેટની શોધ સ્વિડનની લુન્ડ યુનિવર્સિટીમાં ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર કેથરીન સ્વાનબોર્ગે કરી છે. તેઓ એન્ટિબાયોટિક શોધ રહ્યા હતા. દરમિયાન તેમણે માના દૂધમાં એક એવું તત્વ મળ્યું જેણે ટ્યુમર સેલ્સને નષ્ટ કરી દીધા. 
 
કેન્સર પીડિત પિતાને મળ્યું દીકરીનું બ્રેસ્ટમિલ્ક
 
- કેથરીના જણાવે છે કે, 2015માં 64 વર્ષના ફ્રેડ વ્હાઇટલૉને આંતરડાંનું કેન્સર હતું, જે એપ્રિલ-2017માં ફરી પાછું આવ્યું.
- આ વાત જ્યારે તેમની 30 વર્ષની દીકરી જિલને ખબર પડી તો તેને પિતાને ગુમાવવાનો ડર સતાવવા લાગ્યો. 
- ડરી ગયેલી જિલને ઇન્ટરનેટ પરથી બ્રેસ્ટમિલ્કથી કેન્સરનો ઉપચાર થઇ શકે તેની જાણ હતી. 
- ઓક્ટોબર-2016માં મા બનેલી કેથરીના એ પિતાની સારવાર માટે બ્રેસ્ટમિલ્ક આપવાની તૈયારી દર્શાવી. 
 
સ્લાઇડ બદલોને વાંચો દીકરીનું બ્રેસ્ટમિલ્ક લેવામાં પિતાને થયો ખચકાટ
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man diagnosed with bowel cancer taking daughters breast milk to beat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended