Home »International News »Bhaskar Gyan» Lake Chagan Nuclear Test Site Kazakhstan

અહીંથી પાણી પીનારાનું મોત નક્કી, તળાવ નહીં આ છે ડેસ્ટિનેશન ઓફ ડેથ

divyabhaskar.com | Mar 20, 2017, 14:52 PM IST

  • કઝાકિસ્તાનમાં આવેલું ચેગાન તળાવ
ઇન્ટરનેશનલ ડેસ્કઃસામાન્ય રીતે પરમાણુ બોમ્બના પરિક્ષણને તબાહી સાથે જોડવામાં આવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાંક વિસ્ફોટો સાથે માનવજગતના કલ્યાણ માટે કરવામાં આવ્યા હતા. શીત યુદ્ધનાં દિવસોમાં રશિયાએ ઉત્તર-પૂર્વ કઝાકિસ્તાનમાં કેટલાય પરમાણુ પરિક્ષણો કર્યા. આ તમામ ટેસ્ટ 'ન્યૂક્લિયર એક્સપ્લોઝન ફૉર ધ નેશનલ ઇકોનૉમી'નાં બેનર હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા. વિકાસનાં નામે આવો જ એક પ્રોગ્રામ અમેરિકાએ પણ ચલાવ્યો હતો. આ ખરાબ આઈડિયાનું ભાન થયું, ત્યાં સુધીમાં ખાસ્સું મોડુ થઈ ચૂક્યું હતું.
 
- અમેરિકા એ વર્ષ 1977માં આ પ્રોગ્રામનો અંત લાવ્યો, ત્યાં સુધીમાં તેઓ 27 પરીક્ષણ કરી ચૂક્યા હતા, જ્યારે સોવિયત સંઘે વર્ષ 1989 સુધીમાં શાંતિપૂર્ણ ઉદ્દેશોનાં નામે 156 પરિક્ષણો કરી લીધા હતા. તેમાં સૌથી યાદગાર પરિક્ષણ 1956માં ચેગાન તળાવમાં કરવામાં આવ્યું હતું.
- કઝાકિસ્તાનમાં થયેલો આ ટેસ્ટ, ચેગાન નદી પાસે પાણીનો સ્ત્રોત બનાવવાનાં ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો, કે જેથી કરીને ભરતીનાં દિવસોમાં નદીનું પાણી આ સરોવરમાં આવી જાય. આ રશિયાનાં નેશનલ ઇકોનૉમી પ્રોગ્રામનું સૌથી મોટું પરિક્ષણ હતું.
 
કેટલો તીવ્ર હતો વિસ્ફોટ

- 140 કિલોટનની ક્ષમતા ધરાવતા ડિવાઇસથી ચેગાન નદીનાં સૂકાભઠ્ઠ વિસ્તારમાં 178 મીટર ઊંડો ખાડો કરીને આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનાથી 400 મીટર મોટા અને 100 મીટર ઊંડા ક્રેટરનું નિર્માણ થયું.
 
કેટલું ઝેરી છે તે પાણી
- ચેગાન નદીનાં પાણીથી બનેલા આ સરોવરને ચેગાન લેક કહેવામાં આવ્યું. બ્લાસ્ટને કારણે આ સરોવરનું પાણી રેડિયો ન્યૂક્લાઇડ્સનાં પરમિટેડ લેવલથી પણ 100 ગણું વધારે રેડિયોએક્ટિવ છે. આ એટલું ઝેરી છે કે તેને એટૉમિક લેક તરીકે ઓળખવામાં આવે છે.
 
પાણી બદલાયું પણ ઝેર ન ગયું

- થોડા સમય પછી ઘણીવાર તળાવ વરસાદના પાણીથી ભરાયું, પછી તેમાં રહેલા પાણીને બદલવામાં પણ આવ્યું, પરંતુ રેડિએશન ખતમ ન થયું.
- એટલું જ નહીં, તેને કારણે આસપાસનો વિસ્તાર પણ પડતર બની ગયો. જ્યાં આજ સુધી કંઇ ઊગ્યું નથી. આજે પણ આ તળાવનું પાણી હાનિકારક છે. 
- આ પ્રકારના પરમાણુ બોમ્બનો ઉપયોગ માનવ હિત માટે થઇ શકે છે તે વાત માત્ર કલ્પના જ બનીને રહી ગઇ. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ હાનિકારક તળાવના અન્ય ફોટોગ્રાફ્સ
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lake Chagan nuclear test site kazakhstan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended