Home »International News »Bhaskar Gyan» Here Some Interesting Facts About Whale Ambergris

દરિયામાં તરતું સોનું છે વ્હેલ માછલીની ઊલટી, જાણો કેમ છે આટલી મોંઘી

divyabhaskar.com | May 18, 2017, 00:06 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃસાઉથ આફ્રિકાના વેસ્ટર્ન કોસ્ટમાં આવેલા ગન્સબાઈ અને સ્ટ્રઈસબાઈ નજીક ત્રણ મહાકાય વ્હાઈટ શાર્ક તણાઈને આવી હતી. આ તમામ શાર્ક પર એક સરખા જ નિશાન હતા, નિષ્ણાંતોનું કહેવું છે કે તેના પર ઓર્કાસ વ્હેલે અટેક કર્યો હતો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ત્રણેય વ્હાઈટ શાર્કનું લીવર કાઢી લેવામાં આવ્યું હતું એકનું હ્યદય કાઢી લેવામાં આવ્યું હતું. મરીન પોલીસ અને નિષ્ણાંતો હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યાં છે.
 
જો કે બીજી બાજુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શાર્કનુ લીવર માટે ત્રણેયને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વ્હેલ અને શાર્કના અંગો ખૂબ જ કિંમતી હોય છે, તેનો દવા બનાવવા તથા પરર્ફ્યુમ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે વ્હેલના આંતરડામાં બનતા પદાર્થ એમ્બરગ્રિસની બજાર ભારે માગ છે, તેની કિંમત કરોડોમાં હોય છે. આથી વ્હેલનું મોટા પ્રમાણમાં સ્મગલિંગ થાય છે, જેને ધ્યાને કાખી કેટલાક દેશોમાં વ્હેલનો શિકાર કરવા પર પ્રતિબંધ છે.
 
- એમ્બરગ્રીસને સંસ્કૃતમાં અગ્નિઝાર અને લેટિનમાં અમ્બરગ્રીસ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને વ્હેલની વોમિટ કહેવામાં આવે છે.
- આ પદાર્થ મોટાભાગે લાલ સમુદ્ર, આફ્રિકા અને બ્રાઝિલના દરિયામાં મોટાપ્રમાણમાં મળી આવે છે.
- એમ્બરગ્રીસને 'તરતું સોનું' તરીકે ઓળખવામાં આવે છે.
 
કેટલી કિંમત અને ક્યાં વેચાય ?
 
- આ વેક્સની કિંમત 2.5 મિલિયન ડોલર (અંદાજે 16 કરોડ, 86 લાખ રૂપિયા) સુધીની હોય છે.
- રિપોર્ટ પ્રમાણે સાઉદી અરેબિયાની અનેક પરફ્યૂમ કંપનીના ટ્રેડર્સે 19,500 ડોલર પ્રતિ કિલોની બોલી લગાવી છે.
- પરંતુ આ માછીમારો 25 હજાર ડોલર પ્રતિ કિલો વેચવા માગે છે. તેઓને આશા છે કે સરળતાથી વેચાઈ જશે.
- ઉલ્લેખનીય છે કે વેક્સનો ઉપયોગ અનેક લક્ઝરી-કોસ્મેટિક બ્રાંડ્સ જેવા કે Chanel અને Lanvin કરે છે.
- આ વેક્સને લીધે આ ત્રણેય માછીમારો ઓમાનમાં ફેમસ થઈ ગયા છે. અને દુનિયાભરમાં પરફ્યૂમ બનાવતી કંપની તેમના સંપર્કમાં છે.
 
અત્યંત દુર્લભ એવા એમ્બરગ્રિસ કેવી રીતે બને છે ?.... કેવી રીતે ઓળખ થાય ?...ક્યા ક્યા રોગ દૂર કરે ?..જેવી રોચક માહિતી જાણવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો......
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here some interesting Facts about whale ambergris
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended