Home »International News »Bhaskar Gyan» Five Years Of Drought Kenya Is In The Grip Of A National Crisis

અહીં પડ્યો ભયાનક દુકાળ, પાણી માટે હત્યા ને પશુ માંસ ખાવા લોકો મજબૂર

divyabhaskar.com | May 16, 2017, 15:08 PM IST

  • કેન્યામાં છેલ્લા પાંચ વર્ષથી દુકાળની સ્થિતિ છે
ઈન્ટરનેશનલ ડેસ્કઃછેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થઈ શકે છે. જો કે આ ચર્ચા ખોટી પણ નથી. છેલ્લા અનેક વર્ષોથી સમગ્ર દુનિયામાં પાણીનું સંકટ વધી રહ્યું છે. તેનું ઉદાહરણ છે આફ્રિકન દેશ કેન્યા, જે છેલ્લા પાંચ વર્ષથી દુકાળનો સામનો કરી રહ્યો છે. કેન્યાના નોર્થ અને પશ્ચિમ વિસ્તારમાં તો એવી સ્થિતિ સર્જાઈ છે કે લોકો જાનવરોનું સડેલું માંસ ખાવા મજબૂર છે.
 
- છેલ્લા કેટલાક સમયથી કેન્યાના પ્રેસિડન્ટ ઉહુરુ ઉહુરુ કેન્યાટા દુકાળને પહોંચી વળવા સમગ્ર દુનિયા પાસે મદદ માગી રહ્યાં છે, કારણ કે અહીં 20 લાખથી વધુ લોકોને પૂરતો ખોરાક નથી મળી રહ્યો.
- સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય તથા કૃષિ સંગઠનના રિપોર્ટ પ્રમાણે કેન્યાની અડધી આબાદી છેલ્લા પાંચ વર્ષથી દુકાળનો સામનો કરી રહી છે.
- તો 2016માં સમગ્ર દેશમાં ન બરાબર વરસાદ થયો જેના કારણે ઠેર ઠેર જાનવરોના મૃતદેહ રઝળતા દેખાઈ રહ્યાં છે.
- ખોરાકની અછતને કારણે લોકો સડેલું માંસ ખાવા પણ મજબૂર છે, જેના બદલે તેઓ ગંભીર બીમારીનો ભોગ બની રહ્યાં છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ કેન્યાની સ્થિતિ દર્શાવતા ફોટોઝ.......
(Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Five years of drought Kenya is in the grip of a national crisis
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended