Home »International News »America» Women From Florida Killed Her Own Three Year Old Boy

US: પુત્રમાં દેખાઈ 'હિટલરની આત્મા', માતાએ વટાવી ક્રૂરતાની તમામ હદ

divyabhaskar.com | Jan 08, 2017, 14:18 PM IST

  • મોનીકે પોલીસને જણાવ્યું કે તેને પોતાના પુત્રની હત્યા પર કોઈ અફસોસ નથી
ઈન્ટરનેશનલ ડેસ્કઃઅમેરિકાના ફ્લોરિડામાં એક મહિલાએ પોતાના ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી દીધી. એટલું જ નહીં બાદમાં તેના મૃતદેહને સૂટકેસમાં બંધ કરી ઘરની પાછળ ખાડામાં ફેંકી દીધો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ ક્રૂર માતા આવુ એટલા માટે કર્યું કારણ કે તેને લાગ્યું કે તેના બાળકમાં સરમુખત્યાર હિટલરની આત્મા આવી ગઈ છે.

- ફ્લોરિડામાં રહેતી મોનીક રોબિન્સને પોતાનો ગુનો કબૂલી લીધો.
- પોલીસ પૂછપરછમાં મોનીકે જણાવ્યું કે તેના પુત્ર જોનમાં હિટલરની આત્મા આવી ગઈ હતી.
- જોનનું શરીર હવે એક શેતાનું ઘર બની ગયું છે, જે ભવિષ્યમાં ફરી લોકો પર હત્યાચાર ગુજારતો.
- મોનીકે પોલીસને જણાવ્યું કે તેને પોતાના પુત્રની હત્યા પર કોઈ અફસોસ નથી.
 
ખુદને કરી પોલીસના હવાલે
 
- મોનીકે ખુદ પેટ્રોલિંગ માટે આવેલી પોલીસની કારને રોકીને જણાવ્યું કે 'મારી ધરપકડ કરી લો'
- પોલીસે જ્યારે મોનીકને કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે 'મે ચાકુ મારી મારા પુત્રની હત્યા કરી લાશ ઘરની પાછળ ફેંકી દીધી છે'
- શરૂઆતમાં પોલીસને મોનીકની વાત પર વિશ્વાસ ન થયો, પરંતુ લાશ મળી આવી ત્યારે તેઓએ મોનીકની ધરપકડ કરી.
 
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો,....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: women from florida killed her own three year old boy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext