Home »International News »America» US President Donald Trump Skipped The White House Correspondents Dinner

ટ્રમ્પે પત્રકારો સાથે ડિનર ન કર્યું, 1981 બાદ પ્રથમ વખત બની ઘટના

Agency | Apr 30, 2017, 07:25 AM IST

  • અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યાના 100 દિવસ પૂરા થવા પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં અમેરિકન મીડિયા પર નિશાન સાધ્યું.
વોશિંગ્ટન. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યાના 100 દિવસ પૂરા થવા પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં અમેરિકન મીડિયા પર નિશાન સાધ્યું હતું તો બીજી તરફ ચીનને લઈ નરમ વલણ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું ઉત્તર કોરિયા મુદ્દે ચીન અમારી મદદ કરી રહ્યું છે, જે અમારા માટે મોટી ઉપલબ્ધિ છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે ડિનરમાં સામેલ થયા નહોતા. 1981 બાદ તેઓ મીડિયા સાથે ડિનર ન કરનારા પ્રથમ અમેરિકન પ્રેસિડેન્ટ છે.
 
10થી 12 મિનિટ મીડિયા પર સાધ્યું નિશાન
 
પેન્સિલવેનિયામાં રેલીને સંબોધન કરતાં ટ્રમ્પે 100 દિવસના કાર્યકાળનું વિવરણ આપ્યું. જોકે આ દરમિયાન તેમના નિશાન પર અમેરિકન મીડિયા રહ્યું. ટ્રમ્પે તેમના એક કલાકના ભાષણમાંથી 10થી 12 મિનિટ સુધી મીડિયા પર નિશાન સાધતા રહ્યા.
 
લોકોએ ટ્રમ્પનું કર્યું સમર્થન
 
ડિનર હોલ બહાર કેટલાક લોકો હાથમાં પોસ્ટર લઈ પત્રકારોનો આભાર માનતા હતા. જ્યારે આ જ સમય દરમિયાન કેટલાક લોકો ટ્રમ્પનું સમર્થન કરતાં નજરે પડ્યા. તેમનું કહેવું હતું કે ટ્રમ્પે દેશની જનતા માટે પત્રકારો સાથે ડિનર ન કર્યું અને અમારા જેવા લોકોને તેમના કામકાજની જાણકારી આપવા આવી પહોંચ્યા.
 
ટેક્સ કાપથી મધ્યમ વર્ગને થશે ફાયદો
 
ટ્રમ્પે કહ્યું કે ટેક્સમાં કાપ મૂકવાથી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. ઉપરાંત અમેરિકન કંપનીઓ સ્વદેશ પરત ફરશે. તેનાથી અમેરિકામાં રોજગારી વધશે. તેમણે ડીનર હોલ બહાર ઉભેલા લોકોને કહ્યું તમે ઘરે જાવ અને શાંતિથી ઉંઘી જાવ. અમે કોઈપણ સંજોગોમાં મેક્સિકોની દીવાલ બનાવીશું. ટ્રમ્પ મેક્સિકોને આ દીવાલ બનાવવામાં કોઈ મદદ કરી રહ્યા નથી. આ સ્થતિમાં ટ્રમ્પ 62 માઇલ લાંબી દીવાલ માટે કોંગ્રેસ પાસેથી ફન્ડ લેવાની ફિરાકમાં છે.
 
ટ્રમ્પ છેલ્લે ક્યારે ડીનરમાં સામેલ થયા હતા
 
ટ્રમ્પ 2011માં અંતિમ વખત ડીનરમાં સામેલ થયા હતા. તે સમયે તેઓ ન્યૂયોર્ક રિયલ એસ્ટેટ મુગલ હતા. જે બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને ‘બર્થર’ મૂવમેન્ટ શરૂ કરીને પ્રેસિડેન્ટ બરાક ઓબામાને તેમનું બર્થ સર્ટિફિટેક રજૂ કરવા પડકાર ફેંક્યો.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US President Donald Trump skipped the White House Correspondents Dinner
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended