Home »International News »America» US Media Claim That Trump Revealed Intelligence Secrets To Russia

ટ્રમ્પ પર વધુ એક આરોપ, ISની ગુપ્ત જાણકારી રશિયાને આપીઃ વોશિંગ્ટન પોસ્ટ

divyabhaskar.com | May 16, 2017, 12:11 PM IST

  • રશિયાના ફોરેન મિનિસ્ટર સર્ગેઈ લાવરોવ અને એમ્બેસેડર સેર્ગેઈ કિસ્લ્યાક સાથે ડોનાલ્ડ ટ્રમ્પની 10મેના રોડ મિટિંગ કરી હતી
વોશિંગ્ટનઃડોનાલ્ડ ટ્રમ્પે આતંકી સંગઠન આઈએસઆઈએસની કેટલીક સેન્સેટિવ જાણકારી રશિયાના ફોરેન મિનિસ્ટર સર્ગેઈ લાવરોવ અને એમ્બેસેડર સેર્ગેઈ કિસ્લ્યાક સાથે શેર કરી છે. આ ખુલાસો બંને વચ્ચે ગત સપ્તાહે થયેલી મિટિંગમાં કરવામાં આવ્યો. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકાના બે ઓફિશિયલ્સના હવાલેથી આ દાવો કર્યો છે, જેમાં જાણકારીમાં ટ્રમ્પે ISIS પર હુમલા સાથે જોડાયેલા પ્લાન અંગે ચર્ચા કરી હતી. વોશિંગ્ટન પોસ્ટનો આરોપ છે કે ટ્રમ્પે આઈએસઆઈએસ અંગે એવી જાણકારી શેર કરી જે અમેરિકા તેના એક સહયોહીએ આપી હતી.
 
વ્હાઈટ હાઉસે આરોપો નકાર્યા

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ એડવાઈઝર એચઆર મેકમાસ્ટરે હાલ તમામ આરોપોને નકાર્યા છે, તેઓનું કહેવું છે કે આ રિપોર્ટ ખોટો છે. તેઓએ કહ્યું કે રશિયાના ફોરેન મિનિસ્ટર અને એમ્બેસેડરે સિવિલ એવિએશન સહિત સિક્યોરિટીના કેટલાક મુદ્દે રિવ્યૂ કર્યો હતો, હું પણ એ સમયે રૂમમાં જ હતો. મેકમાસ્ટરનું કહેવું છે કે પ્રેસિડન્ટે એવી કોઈ જાણકારી શેર નથી કરી જે પહેલા સામે આવી ન હોય. વ્હાઈટ હાઉસે આ આરોપ પર એક સ્ટેટમેન્ટ જાહેર કરી સ્પષ્ટતા કરી છે, અમેરિકાના ફોરેન સેક્રેટરી રેક્સ ટિલર્સને કહ્યું કે આ મિટિંગ માત્ર કાઉન્ટર ટેરરિઝમ પર જ હતી, તો ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર ડિના પોવેલે કહ્યું કે વોશિંગ્ટન પોસ્ટના આરોપ ખોટા છે.
 
US ઓફિસર્સે ખુફિયા એજન્સીને આપી જાણકારી
 
બીજી બાજુ અમેરિકાના એક ઓફિસરનું કહેવું છે કે રશિયાને આપવામાં આવેલી જાણકારી ખૂબ જ સિક્રેટ હતી. તેઓનું કહેવું છે કે ટ્રમ્પના આ ખુલાસા બાદ ઓફિસર્સે અમેરિકન ખૂફિયા એજન્સી સીઆઈએ અને નેશનલ સિક્યોરિટી એજન્સીને આ અંગે જાણકારી આપી હતી. અપોઝિશનના લીડર ડિક ડરબિને આ મુદ્દાને ખૂબ જ ખતરનાક અને ગેરજવાબદાર ગણાવ્યો છે. સેનેટમાં ફોરેન રિલેશનના હેડ રિપબ્લિકન બોબ કોર્કરે કહ્યું કે જો આરોપ સાચા છે તો ખૂબ જ મુશ્કેલી ઉભી થશે.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US media claim that Trump Revealed Intelligence Secrets To Russia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended