Home »International News »America» Top US Lawmaker Asking Pakistan To Clamp Down On Terror And Extremist Groups

ભારતના સૈનિકો પર હુમલા કરશો તો જવાબ મળશે જઃ US સાંસદની ચેતવણી

divyabhaskar.com | May 10, 2017, 16:05 PM IST

  • સોમવારે કાશ્મીરના ડોડા જિલ્લામાં થયેલા શંકાસ્પદ આતંકી હુમલામાં ઘાયલ સ્પેશિયલ પોલીસ ઓફિસર (ફાઇલ ફોટો)
વોશિંગ્ટનઃ અમેરિકાના એક ટોચના સાંસદે પાકિસ્તાનને દેશમાં ચાલતી કટ્ટરપંથી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવાની માગ કરતાં ઇસ્લામાબાદને ચેતવણી આપી છે કે, ભારતના સૈનિકો અને તેના નાગરિકો પર હુમલા થતા રહેશે તો તેઓ ચૂપ નહીં બેસે. 
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કરવું જોઇએ દબાણ
 
- હાઉસ ડેમોક્રેટિક કૉકસના અધ્યક્ષ જો ક્રાઉલેએ જણાવ્યું કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓને કારણે ગત કેટલાંક મહિનાઓથી ભારત-પાક બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે.
- તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પાકિસ્તાન પર વધુ દબાણ કરવાની માંગ કરી છે.   
 
બોર્ડર પણ તણાવ વધારે છે આતંકી સંગઠનો
 
- એક પ્રશ્નના જવાબમાં સાંસદે કહ્યું કે, આતંકવાદને પાકિસ્તાનનું સમર્થન છે.
- ટ્રમ્પ સરકારે પાકિસ્તાન પર ભારત પાકિસ્તાન બોર્ડર પર તણાવ ફેલાવનારા લશ્કર-એ-તોઇબા તથા અન્ય આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ વધારવા અને પ્રયત્ન કરવાની જરૂર છે.
- તેમણે કહ્યું કે, મારું માનવું છે કે, પાકિસ્તાના પોતાના જ દેશમાં ચાલતા હિંસક અને કટ્ટરપંથી સંગઠનોના ખાત્મા માટે પ્રયાસ કરવાની જરૂર છે કારણ કે જો ભારતના નાગરિકો અને સૈનિકો પર હુમલા થતા રહેશે તે તેઓ ચૂપ નહીં બેસે.
- સાંસદે કહ્યું કે, બંને દેશોએ મળીને તેનું નિરાકરણ લાવવું જોઇએ. 
  
અમેરિકા કરી શકે બંનેની મદદ
- ક્રાઉલે એ કહ્યું કે, પરંતુ મારું માનવું છે કે, અમેરિકામાં આમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.
- ભારત અને પાકિસ્તાનનું મિત્ર હોવાને કારણે અમેરિકા અહીં શાંતિ સ્થાપવા માટેનો માર્ગ શોધવા માટે મિત્ર દેશ પર દબાણ બનાવી શકે છે. 
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top US lawmaker Asking Pakistan to clamp down on terror and extremist groups
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended