Home »International News »America» Us House Of Representatives Passed Healthcare Bill To Repeal Obamacare

ટ્રમ્પની પ્રથમ મોટી સિદ્ધિ, 'ઓબામાકેર'ના બદલે નવું હેલ્થ કેર બિલ પાસ

Agency | May 05, 2017, 08:57 AM IST

  • ટ્રમ્પના હેલ્થકેર બિલની તરફેણમાં 217 વોટ પડ્યા.
વોશિંગ્ટન. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક ઓબામાકેરને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પહેલાથી કડકાઈ દાખવી રહ્યું હતું. આ દિશામાં આગળ વધીને આજે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં નવું હેલ્થકેર બિલ (રિપબ્લિકન સ્વાસ્થ્ય સેવા) પાસ થઈ ગયું છે. આ પહેલા માર્ચમાં પૂરતું સમર્થન ન મળવાના કારણે બિલ પાસ થઈ શક્યું નહોતું.
 
સમર્થનમાં પડ્યા 217 વોટ
 
બિલને પાસ કરાવવા માટે કુલ 216 વોટની જરૂર હતી. બિલના પક્ષમાં 217 વોટ પડ્યા, જ્યારે વિરુદ્ધમાં 213 વોટ પડ્યા હતા. જોકે, ડેમોક્રેટ્સ તરફથી બિલના પક્ષમાં એક પણ વોટ ગયો નહોતો. દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલોએ પણ ટ્રમ્પના આ બિલનો વિરોધ કર્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયના કાર્યકાળમાં ટ્રમ્પની આ પ્રથમ મોટી જીત છે.
 
આ વખતે બિલ પાસ થવાનો પૂરો ભરોસો હતોઃ ટ્રમ્પ
 
બિલ પાસ થયા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મેં 2 વર્ષ સુધી આ માટે અભિયાન ચલાવ્યું. હું જ્યાં પણ ગયો ત્યાં મેં ઓબામાકેરની લોકો પર થયેલી ખરાબ અસર જોઈ. તેમણે કહ્યું કે વીમા માટે પ્રીમિયમ ઘટવાનું ચાલુ થઇ જશે. આ વખતે બિલ પાસ થવાની પૂરો ભરોસો હતો. હવે એમે તેને સેનેટમાં પાસ કરાવીશું તેવો મને પૂરો વિશ્વાસ છે. ’ ટ્રમ્પે કાર્યભાર સંભાળતા જ ઓબામાકેરને રદ કરવાનો આદેશ આપ્યો હતો.
 
શું છે ઓબામાકેર
 
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવલિધાઓ આપવાના હેતુથી જે હેલ્થકેર પ્લાન શરૂ કર્યો હતો તેને ઓબામાકેરથી ઓળખવામાં આવે છે. તેનું સત્તાવાર નામ ‘ધ પેશન્ટ પ્રોટેક્શન એન્ડ અફોર્ડેબલ કેર એક્ટ (PPACA) છે. 23 માર્ચ, 2010ના રોડ આ અંગે કાનૂન બનાવાયો હતો. આ કાનૂનનો હેતુ અમેરિકામાં હેલ્થ ઈન્શ્યોરન્સની ક્વોલિટી અને અફોર્ડિબિલિટીને વધારવી અને સ્વાસ્થ્ય મામલા પર લોકો દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમને ઓછી કરવાનો હતો. ’
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Us house of representatives passed healthcare bill to repeal obamacare
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended