Home »International News »America» Donald Trump Honored To Meet Kim Jong Un Under Proper Circumstances

ટ્રમ્પઃ 'યોગ્ય પરિસ્થિતિઓમાં' કિમ જોંગને મળવું ગમશે

divyabhaskar.com | May 02, 2017, 13:18 PM IST

  • ટ્રમ્પઃ 'યોગ્ય પરિસ્થિતિઓમાં' કિમ જોંગને મળવું ગમશે,  america news in gujarati
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગત કેટલાંય સપ્તાહોથી ઉત્તર કોરિયાની વિરોધમાં નિવેદન આપતાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મળવા ઇચ્છે છે. 
 
બ્લૂમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, યોગ્ય પરિસ્થિતિઓમાં કિમ જોંગ ઉનની મુલાકાત લેવી તેમને ગમશે. 
 
વ્હાઇટ હાઉસનો ખુલાસો
 
- જો કે, બાદમાં વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું કે, હાલની પરિસ્થિતિઓ આ મુલાકાત માટે યોગ્ય નથી અને અમેરિકા ઇચ્છે છે કે, ઉત્તર કોરિયા પોતાની ભડકાવવાની વૃત્તિને કાબૂમાં રાખે. 
- ટ્રમ્પ સરકાર ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને આ માટે તેઓ ડિપ્લોમસીનો ઉપયોગ કરી રહ્યા છે. 
- અમેરિકાએ કોરિયન વિસ્તારમાં પોતાના યુદ્ધજહાજ મોકલી દીધા છે. 
- અગાઉ રવિવારે ટ્રમ્પે કિમ જોંગ ઉનને 'અત્યંત ચાલાક વ્યક્તિ' ગણાવ્યો હતો. 
- અન્ય એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા આગળ પણ પરીક્ષણ કરતું રહ્યું તો અમેરિકા તેનાથી ખુશ નહીં થાય. 
- માનવામાં આવે છે કે, ઉત્તર કોરિયા એવા નાના ન્યૂક્લિયર હથિયારો બનાવવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે, જેને લાંબા અંતરની મિસાઇલ્સમાં ફીટ કરી શકાય. 
- આવી મિસાઇલ્સની રેન્જ અમેરિકા સુધીની હોવાનું મનાય છે.  
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Donald Trump honored to meet Kim Jong Un under proper circumstances
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended