Home »International News »America» Tornado And Flooding In The South And Midwest America

અમેરિકામાં વાવાઝોડું અને પૂરઃ 13નાં મોત, યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન

divyabhaskar.com | May 01, 2017, 10:08 AM IST

  • વાવાઝોડાની ઝપેટમાં આવેલી પોતાની કાર પાસે ઉભેલી મહિલા
ટેક્સાસઃઅમેરિકાના સાઉથ અને વેસ્ટ વિસ્તારોમાં આવેલા વાવાઝોડા અને પૂરને કારણે 13 લોકોનાં મોત થયા. બચાવ ટીમ ઘરે-ઘરે જઈને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. વાવાઝોડામાં સૌથી વધુ નુકશાન ઈસ્ટ ટેક્સાસ, મિસીસિપી, વેસ્ટર્ન કંસાસ અને અરકંસાસ વિસ્તારોમાં થયું હોવાનું જાણવા મળ્યું છે.
 
- રવિવારે આવેલા વાવાઝોડામાં ઈસ્ટ ટેક્સાસના અનેક વિસ્તારોને ઝપેટમાં લીધા હતા. અહીં 4 લોકોનાં મોત થઈ ગયા.
- અરકંસાસમાં ભારે પવનને કારણે 3 લોકોનાં મોત થઈ ગયા જ્યારે 2 લોકો ગાયબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- મિસીસિપી અને મિસોરીમાં સૌથી વધુ સ્થિતિ ખરાબ છે, અહીં પૂરને કારણે લોકોને વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વેસ્ટર્ન કંસાસના ઈંટરસ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો અહીં 3-4 ઈંચ બરફ પણ પડ્યો.
- તો અરકંસાસમાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક ફાયર બ્રિગેડ વોલંટિયરનું પણ મોત થઈ ગયું.
- નેશવિલ પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્વીટર પર જણાવ્યું કે ટેનેંસીમાં ફૂટબોલ ગોલપોસ્ટનો થાંભલો પડતાં એક 2 વર્ષી બાળકીનું મોત થઈ ગયું.
 
યુદ્ધના ધોરણે બચવાકાર્ય
 
- પૂરમાં ફંસાયેલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવા બચાવકર્મીઓએ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે. નોર્થવેસ્ટ અરકંસાસમાં એક 18 મહિનાની બાળકી અને 4 વર્ષના બાળકને બચાવવામાં આવ્યા હતા. અરકંસાસના ડેવિટમાં ઘર પર વૃક્ષ પડતાં 65 વર્ષની વૃદ્ધાનું મોત થયું. રેસ્ક્યૂ ટીમ ઘરે ઘરે જઈને સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યાં છે અને લોકોને સુરક્ષીત સ્થળે ખસેડી રહ્યાં છે. કેન્ટનના મેયર લૂ એન એવરેટે જણાવ્યું કે વાવાઝોડા બાદ નજારો ખૂબ જ ભયાનક હતો.
 
આગળની સ્લાઈડ પર જુઓ વાવાઝોડાની કેટલાક તસવીરો..
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tornado And Flooding In The South And Midwest America
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended