Home »International News »America» Texas University Austin Campus Stabbing One Student Dead, 3 Injured

અમેરિકન યુનિવર્સિટીમાં ભરબપોરે સ્ટુડન્ટ્સ પર ચાકૂથી હુમલા, એકનું મોત

divyabhaskar.com | May 02, 2017, 12:35 PM IST

  • ચાકૂ હુમલામાં ઘાયલ સ્ટુડન્ટ
ટેક્સાસઃ અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના ઓસ્ટિન કેમ્પસમાં સોમવાર (1 મે) ચાકૂથી હુમલા કરવાની ઘટનામાં એક સ્ટુડન્ટનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, આ હુમલો સ્થાનિક સમયાનુસર બપોરે 1.30 વાગ્યા પછી કેમ્પસ સ્થિત જિમની બહાર થયો હતો. 
 
- બાદમાં કેમ્પસ પર પહોંચેલી પોલીસે શંકાસ્પદ હુમલાખોરને ઝડપી લીધો હતો. 
- હુમલાખોર પણ યુનિવર્સિટી સ્ટુડન્ટ હોવાનું કહેવાઇ રહ્યું છે. 
- હુમલાખોર 21 વર્ષનો અને તેનું નામ કેંડ્રેક્સ જુનિયર હોવાના અહેવાલો છે. 
- કેંડ્રેક્સે ચાકૂથી અન્ય સ્ટુડન્ટ્સ પર હુમલા કર્યા હતા, જે પૈકી ત્રણ શ્વેત અને અન્ય એક એશિયન મૂળનો સ્ટુડન્ટ હોવાનું કહેવાય છે. 
- તેમની ઉંમર 20થી 21 વર્ષ વચ્ચેની હોવાનું કહેવાય છે. 
- યુનિવર્સિટીના ડીન ગ્રેગ ફેન્વેસે જણાવ્યું કે, અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ લેક્ચર તથા પ્રોગ્રામ્સને કેન્સલ કરવામાં આવ્યા છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ કેમ્પસમાં ચાકૂથી હુમલાને સંબંધિત અન્ય ફોટોગ્રાફ્સ
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Texas university Austin Campus stabbing one student dead, 3 injured
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended