Home »International News »America» Sweden Decided To Discontinue Investigation Against Julian Assange

વિકિલીક્સના સ્થાપક અસાંજેને રાહત, રેપના કેસમાં સ્વિડન કોર્ટે તપાસ અટકાવી

divyabhaskar.com | May 19, 2017, 15:47 PM IST

  • અસાંજે 2012થી લંડનના ઈક્વાડોરના દૂતાવાસમાં છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃઅમેરિકા સહિત દુનિયાભરના અનેક દેશોની સરકારના ગુપ્ત ડોક્યુમેન્ટ જાહેર કરનારી વેબસાઈટ વિકિલીક્સના સ્થાપકને રેપ કેસમાં મોટી રાહત મળી છે. ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યૂશને એક પ્રેસકોન્ફ્રેન્સ કરી કહ્યું કે રેપના આરોપમાં જુલિયન અસાંજે સામે હવે કોઈ તપાસની જરૂર નથી.
 
વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે 2010માં સ્ટોકહોમમાં એક લેક્ચર આપવા માટે ગયા હતા, આ દરમિયાન એક સ્વિડિશ યુવતીએ અસાંજે પર રેપનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં સ્વીડનની એક કોર્ટે ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું. એ સમયે અસાંજેએ આરોપોને નકારી કેસને રદ કરવાની અપીલ કરી હતી.
 
અસાંજેએ રેપના કેસમાં પૂછપરછ માટે સ્ટોકહોમ જવા માટે હંમેશા મનાઈ કરતાં આવ્યા હતા, અસાંજેને ડર છે કે સ્ટોકહોમ જવાથી સ્વીડન, અફઘાનિસ્તાન અને ઈરાકમાં યુદ્ધ સંબંધી 5 લાખ ખૂફિયા આર્મી દસ્તાવેજોને લઈને અમેરિકા તેની પૂછપરછ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અસાંજે 2012થી લંડનના ઈક્વાડોરના દૂતાવાસમાં છે.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sweden decided to discontinue investigation against Julian Assange
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended