Home »International News »America» Russian President Said They Ready To Share Recording Of Trump And Sarjei

ટ્રમ્પ-રશિયન વિદેશ મંત્રી વચ્ચે થયેલી બેઠકનું રેકોર્ડિંગ આપવા પુતિન તૈયાર

divyabhaskar.com | May 18, 2017, 15:15 PM IST

  • રશિયન પ્રેસિડન્ટે કહ્યું કે US એડમિનિસ્ટ્રેશન ઈચ્છે તો અમે ટ્રમ્પ સાથેની મિટિંગનું રેકોર્ડિંગ આપવા તૈયાર
ઈન્ટરનેશનલ ડેસ્કઃ રશિયન પ્રેસિડન્ટ વ્લાદીમીર પુતિને કહ્યું કે તેઓ પોતાના વિદેશ મંત્રી સર્જેઈ લાવરોવ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ US એડમિનિસ્ટ્રેશનને આપવા તૈયાર છે. થોડા સમય પહેલા જ ટ્રમ્પ પર ગુપ્ત જાણકારી રશિયાના અમેરિકામાં સ્થિત એમ્બેસેડર અને વિદેશ મંત્રી સાથે મિટિંગમાં કેટલીક સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ લાગ્યો હતો.
 
શું કહ્યું પુતિને?
 
પુતિને કહ્યું કે જો અમેરિકન એડમિનિસ્ટ્રેશને ઈચ્છા દાખવી તો અમે લાવરોવ અને ટ્રમ્પ વચ્ચે વાતચીતનું રેકોર્ડિંગ US કોંગ્રેસ તથા સેનેટને આપવા તૈયાર છીએ. સાથે જ તેઓએ આ વાતને હાસ્યાસ્પદ ગણાવી કે ટ્રમ્પે રશિયા સાથે ખૂફિયા જાણકારી આપી. પુતિને એમ પણ કહ્યું કે આ અંગે તેઓ લાવરોવને ફટકાર લગાવી શકે છે કારણ કે લાવરોવે હજી એવો કોઈ મેસેજ અમને આપ્યો નથી.
 
ટ્રમ્પ પર શું છે આરોપ?
 
થોડા સમય પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના ફોરેન મિનિસ્ટર સર્ગેઈ લાવરોવ અને એમ્બેસેડર સેર્ગેઈ કિસ્લ્યાક સાથે મિટિંગ યોજાઈ હતી. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકાના બે ઓફિશિયલ્સના હવાલેથી આ દાવો કર્યો કે આ મિટિંગમાં ટ્રમ્પે એવી કેટલીક જાણકારી શેર કરી જે ન કરવી જોઈતી હતી. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે ટ્રમ્પે મિટિંગમાં ISIS પર હુમલા સાથે જોડાયેલા પ્લાન અંગે ચર્ચા કરી હતી. વોશિંગ્ટન પોસ્ટનો આરોપ છે કે ટ્રમ્પે આઈએસઆઈએસ અંગે એવી જાણકારી શેર કરી જે અમેરિકા તેના એક સહયોહીએ આપી હતી.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Russian President said they ready to share recording of Trump and sarjei
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended