Home »International News »America» President Trumps Invitation To Rodrigo Duterte To The White House

ઓબામાને ગાળો આપનારા ફિલિપિન્સના રાષ્ટ્રપતિને વ્હાઈટ હાઉસનું આમંત્રણ

divyabhaskar.com | May 01, 2017, 10:20 AM IST

  • ફિલિપિન્સના રાષ્ટ્રપતિ દુતેર્તે અને ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી.(ફાઈલ)
વોશિંગ્ટનઃઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેને વ્હાઈટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ મોકલ્યું છે. દુરેર્તેએ ગત વર્ષે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મા સમી ગાળો આપી હતી. સીએનએનના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે દુતેર્તે સાથે ફોન પર વાત કરી હતી.

- દુતેર્તે અને ટ્રમ્પ વચ્ચે થયેલા ટેલિફોનિક વાતચીતમાં દક્ષિણ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને ફિલિપિન્સમાં ડ્રગ્સના વેપારને લઈને સંઘર્ષ મુદ્દે  વાતચીત થઈ હતી.
- રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે અમેરિકા-ફિલિપિન્સ ગંઠબંધન માટે દુતેર્તેને બોલાવ્યા હોવાનું કહેવામાં આવે છે.
- જો કે વ્હાઈટ હાઉસે દુતર્તેના પ્રવાસ અંગે જાણકારી આપી નથી, પરંતુ કહેવામાં આવ્યું કે ટ્રમ્પ નવેમ્બરમાં યોજાનારા ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ફિલિપિન્સ જવાનું વિચારી રહ્યાં છે.

ઓબામાને આપી હતી ગાળો
 
રોડ્રિગો દુતર્તેએ ગત વર્ષે બરાત ઓબામાને મા સમી ગાળો આપી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં લાઓસમાં ASEAN સંમ્મેલન પહેલા દુતેર્તેએ ઓબામાને અપશબ્દો કહ્યા હતા અને ચેતાવણી આપી હતી કે જો લાઓસમાં મળે તો ઓબામા તેઓને માનવાધિકારના મુદ્દે લેક્ચર ન આપે. ફિલિપિન્સમાં ડ્રગ્સ વિરુદ્ધ દુતર્તેએ યુદ્ધના ધોરણે અભિયાન ચલાવ્યું છે કે બે મહિનાની અંદર જ પોલીસ અને સરકાર એજન્સીઓ દ્વારા 2,400 લોકોને ઠાર કરવામાં આવ્યા.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: President Trumps invitation to Rodrigo Duterte to the White House
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended