Home »International News »America» Photos Of President Barack Obama Last Speech In Chicago

'મિશેલ મારી બેસ્ટ ફ્રેન્ડ': સ્પીચ દરમિયાન પરિવાર થયો ભાવુક: PHOTOS

divyabhaskar.com | Jan 11, 2017, 10:16 AM IST

  • ઓબામાએ કહ્યું કે 'મિશેલ છેલ્લા 25 વર્ષમાં તું મારી પત્ની અને મારા બાળકોની માતા જ નહીં પરંતુ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી'
શિકાગોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે શિકાગોમાં પોતાની છેલ્લી સ્પીચ આપી હતી. સ્પીચમાં ઓબામાએ દુનિયાના હાલના સૌથી મોટો પ્રશ્ન ઈમિગ્રન્ટ્સના સંતાનોના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ઓબામાએ પત્ની મિશેલનો પણ આભાર માન્યો હતો. ઓબામાએ પોતાની સ્પીચમાં કહ્યું કે 'મિશેલ છેલ્લા 25 વર્ષમાં તું મારી પત્ની અને મારા બાળકોની માતા જ નહીં પરંતુ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે તારી દરેક જવાબદારી કોઈ પણ સવાલ ઉઠાવ્યા વગર જ નીભાવી' ત્યારબાદ ઓબામાએ બંને દીકરીઓને કહ્યું કે તમારી હાજરીથી મને શક્તિ મળતી હતી. આ વાત કહી ઓબામા ભાવુક થઈ ગયા હતા.
 
ફોર મોર યરના નારા લાગ્યા
 
- ઓબામાના ભાષણ દરમિયાન ‘ફોર મોર યર્સ’ના નારા લાગ્યા હતા. પરંતુ ઓબામાએ કહ્યું હતું, 'શક્ય નથી.'
- હું શીખ્યો છું કે જ્યારે સામાન્ય માણસ સંઠિત થાય અને પરિવર્તનની માંગ કરે છે ત્યારે જ પરિવર્તન આવે છે.
- હું દરરોજ તમારા પાસેથી કશું શીખ્યો છું. તમે મને સારો રાષ્ટ્રપતિ અને સારો માણસ બનાવ્યો છે.  
- છેલ્લા અમૂક અઠવાડિયા દરમિયાન મને અને મિશેલને શુભકામનાઓના જે સંદેશ મળ્યા છે, તેના માટે તમામનો આભાર માનું છું.

આગળની સ્લાઈડ પર જુઓ વધુ ફોટોગ્રાફ્સ....
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: photos of President Barack Obama last speech in Chicago
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended