Home »International News »America» Oxford University Student Attack On Her Boyfriend With The Knife

એવું તો શું ખાસ છે આ યુવતીમાં કે બોયફ્રેન્ડને ચાકૂ માર્યું છતા નહીં મળે સજા

divyabhaskar.com | May 18, 2017, 10:30 AM IST

  • 24 વર્ષિય લાવિનિયા હ્યદય વિષયમાં સર્જનનું ભણી રહી છે,
ઈન્ટરનેશનલ ડેસ્કઃસામાન્ય રીતે દુનિયાની તમામ કોર્ટ આરોપીને તેના ગુનાના બદલામાં સજા ફટકારે છે, પરંતુ ઓક્સફોર્ડની ક્રાઉન કોર્ટના જજે 24 વર્ષિય લાવિનિયા વૂડવોર્ડ નામની એક યુવતીને એટલા માટે સજા ન ફટકારી કારણ કે તે હ્યદયના વિષયમાં સર્જનની સ્ટડી કરી રહી હતી.
 
શું છે સમગ્ર કેસ ?
 
ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે 24 વર્ષિય લાવિનિયા વૂડવોર્ડે પોતાના ટિન્ડર (એક સોશિયલ મીડિયા નેટવર્ક)ની મદદથી બોયફ્રેન્ડ બનેલા શખ્સ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. લાવિનિયા અને તેનો બોયફ્રેન્ડ ઓક્સફોર્ડની ક્રિસ ચર્ચ કોલેજમાં ડ્રિંક કરી રહ્યાં હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો, પહેલા લાવિનિયાએ લેપટોફ, ગ્લાસ તેના બોયફ્રેન્ડ પર ફેંક્યા પછી તેણીએ બોયફ્રેન્ડના પગમાં ચાકુ ભોંકી દીધું.

- પ્રોસિક્યૂટર કેથી ઓલીવરે કહ્યું કે લાવિનિયા અને બોયફ્રેન્ડ 30 સપ્ટેમ્બરે મળ્યા હતા, એ સમયે તેનું વર્તન ખૂબ જ ખરાબ હતું.
- મુલાકાત દરમિયાન સ્ટુડન્ટ બોયફ્રેન્ડે લાવિનિયાને માતા સાથે સ્કાયપે પર મળવાનું કહ્યું, આટલું કહેતા જ લાવિનાયાએ હુમલો કરી દીધો.
- ડિફેન્ડિંગ વકીલ કેમ્સ સ્ટુરમને કહ્યું કે મારા ક્લાઈન્ટનું સપનું સર્જન બનવાનું છે, પરંતુ જો તેને સજા થઈ તો તે ક્યારેય પૂરૂ થશે નહીં.
- વધુમાં તેઓએ કહ્યું કે લાવિનિયાનું જીવન પહેલાથી જ સંઘર્ષવાળું રહ્યું છે, તે ડ્રગ એડિક્શનથી પીડાઈ રહી છે, તથા તે એક્સ બોયફ્રેન્ડના દુર્વ્યવહારનો શિકાર છે.
 
જજે કેમ ન ફટકારી સજા ?
 
કોર્ટની સુનાવણીમાં જજ લેન પ્રિંગલે કહ્યું કે સામાન્ય રીતે આવા કેસમાં આરોપીને જેલની સજાની જોગવાય છે પરંતુ કસ્ટોડિયન સજાથી લાવિનિયાનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. એક હાર્ડ સર્જન હોવાને કારણે તેનું કરીયર ખૂબ જ મહત્વનું છે. એટલું જ નહીં જજે લાવિનિયાને કડક શબ્દોમાં કહ્યું કે તે ભવિષ્યમાં ક્યારેય ડ્રગ નહીં લે.
 
આગળની સ્લાઈડ પર જુઓ લાવિનિયાની અન્ય તસવીરો અને તેને માફ કરનારા જજનો ફોટો......
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Oxford University student attack on her boyfriend with the knife
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended