Home »International News »America» Once Again North Korea Missile Test

Nkoreaનું મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ, ટ્રમ્પે આપી વળતી કાર્યવાહીની ચેતવણી

Agency | Apr 29, 2017, 11:44 AM IST

  • નોર્થ કોરિયાએ અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણી અવગણી ફરીથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. ફાઇલ
વોશિંગ્ટનઃ નોર્થ કોરિયાએ આજે (29 એપ્રિલ) બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ કર્યું હતું. એનબીસી ન્યૂઝના અહેવાલો અનુસાર, મિસાઇલ લોન્ચિંગની થોડી જ વારમાં બ્લાસ્ટ થઇ ગઇ હતી. 
સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું કે, જે મિસાઇલ ટેસ્ટ નિષ્ફળ રહ્યો તે શોર્ટ રેન્જ, નોન-ન્યૂક્લિયર મિસાઇલનું પરિક્ષણ હતું. આ મિસાઇલ દક્ષિણ કોરિયાની રાજધાની સિઉલને ટારગેટ કરી શકે છે, પરંતુ જાપાનને નહીં. 
 
સાઉથ કોરિયન મિલિટરી ઓફિસરે એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, સ્થાનિક સમય પ્રમાણે સવારે 5.30 કલાકે મિસાઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અમેરિકા એ હવે ઉત્તર કોરિયા પર જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા પછી 9મું ટેસ્ટિંગ
 
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા બાદ અત્યાર સુધી નોર્થ કોરિયા 9 વખત મિસાઈલ ટેસ્ટ કરી ચૂક્યું છે. પેન્ટાગોને પણ નોર્થ કોરિયા દ્વારા શનિવારે મિસાઈલ પરીક્ષમ કરવામાં આવ્યાની પુષ્ટિ કરી છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે નોર્થ કોરિયાએ મીડિયમ રેન્જ સુધી પ્રહાર કરી શકવામાં સક્ષમ KN 17  બેલાસ્ટિક મિસાઇલને મોબાઇલથી લોન્ચ કરી.
 
અમેરિકન સેનાના પૈસિફિક કમાનના પ્રવક્તા દવે બેનહમે કહ્યું કે નોર્થ કોરિયાએ બેલાસ્ટિક મિસાઇલ શનિવારે સવારે 10.33 કલાકે લોન્ચ કરી. જોકે હજુ સુધી નોર્થ કોરિયા વતી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉપરાંત અમેરિકા સાથે વધેલા તણાવ બાદ નોર્થ કોરિયાએ કરેલી વધુ એક બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટથી વૈશ્વિક ચિંતા વધી ગઇ છે.
 
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું, નોર્થ કોરિયાએ મિસાઇલ પરીક્ષણ કરીને ચીનનું અપમાન કર્યું છે. જે નિંદનીય છે. ઉલ્લેખનીય છે કે ચીને ઉત્તર કોરિયાને મિસાઇલ પરીક્ષણ બંધ કરવા કહ્યું હતું. આ સ્થિતિમાં ટ્રમેપ ચીનને તેમના પક્ષમાં કરવાનો કોશિશ કરતા નજરે પડી રહ્યા છે. તેમનું આ નિવેદન ચીનને નોર્થ કોરિયા સામે ભડાકાવવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
 
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે નોર્થ કોરિયા સાથે ભીષણ સંઘ્ષ થશે.આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસન પણ કહી ચૂક્યા છે કે અમેરિકા નોર્થ કોરિયા સામે સૈન્ય કાર્યવાહી કરવા ઈચ્છે છે. આ સ્થિતિમાં હવે નોર્થ કોરિયાના મિસાઇલ પરીક્ષણના જવાબમાં અમેરિકા તેના પર જવાબી કાર્યવાહી કરી શકે છે. નોર્થ કોરિયા  પણ અમેરિકા પર પરમાણુ હુમલાની ચેતવણી આપી ચૂક્યું છે.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Once again north korea missile test
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended