Home »International News »America» Obama Farewell Speech Live Update

ફેરવેલ સ્પીચમાં બોલ્યા ઓબામા: 'USને ધમકી આપનાર કોઈ નહીં બચે'

divyabhaskar.com | Jan 11, 2017, 12:40 PM IST

  • ઓબામાએ શિકાગોમાં અંતિમ વિદાયમાન પ્રવચન આપ્યું હતું.
શિકાગો: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે શિકાગોમાં તેમનું અંતિમ વિદાયમાન પ્રવચન આપ્યું હતું. જેમાં ઓબામાએ કહ્યું હતું કે જ્યારે સામાન્ય માણસ જાગે છે, ત્યારે પરિવર્તન થાય છે. આ બાબત હું મારા કાર્યકાળ દરમિયાન સમજ્યો છું. તેમણે ઈમિગ્રન્ટ્સના સંતાનોના વિકાસ પર પણ ભાર મૂક્યો હતો. 
 
ઓબામાના ભાષણના મુખ્ય મુદ્દા 
 
- "છેલ્લા આઠ વર્ષ દરમિયાન કોઈ વિદેશી આતંકવાદી સંગઠન દેશમાં આતંકવાદી હુમલો નથી કરી શક્યું."
- "બોસ્ટન અને ઓર્લાન્ડોના હુમલાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ધાર્મિક કટ્ટરતા કેટલી જોખમી પુરવાર થઈ શકે છે." આમ છતાંય આપણી સુરક્ષા એજન્સીઓ અગાઉ ક્યારેય ન હોય તેટલી સબળ વર્તમાન સ્થિતિમાં છે.
- "ISILનો નાશ થશે જ. અમેરિકાને ધમકી આપનાર કોઈ બચી ન શકે." ઓસામા સહિત હજારો આતંકવાદીઓનો અમેરિકાએ નાશ કર્યો છે.
- "હું મુસ્લિમ અમેરિકનો પ્રત્યે થઈ રહેલા ભેદભાવને  નકારું છું."    
- "આઠ વર્ષ અગાઉ જે તમારી પાસેથી માંગ્યું હતું, તે આજે ફરીથી માંગું છું. પરિવર્તન લાવવા માટે મારામાં નહીં, તમારામાં વિશ્વાસ રાખો."
- ઓબામાએ સ્વીકાર્યું હતું કે, દેશમાં રંગભેદ પ્રવર્તમાન છે. પરંતુ 10,20 કે 30 વર્ષ અગાઉની સ્થિતિ કરતાં હાલમાં સ્થિતિ સારી હોવાનો પણ દાવો કર્યો હતો.
- ઓબામાએ કહ્યું હતું કે, ઈમિગ્રન્ટ્સના બાળકોનો વિકાસ થાય તે જોવું રહ્યું. તેઓ દેશમાં વધી રહેલા કામદાર વર્ગનો મોટો ભાગ છે.
- 'સાથે ચાલીએ અને સાથે પડીએ,' એ લોકશાહીની મૂળભૂત વિભાવના છે.     
 
ટ્રમ્પનો ઉલ્લેખ
 
આગામી દસ દિવસ દરમિયાન આપણો દેશ લોકશાહીની આ વિભાવનાનો નમૂનો જોશે. જ્યારે મારી સરકાર ટ્રમ્પની સરકારને શાસનની ધૂરા સોંપશે. "મેં સત્તાના સુવ્યવસ્થિત હસ્તાંતરણ અંગે ટ્રમ્પને ખાતરી આપી છે." ઓબામાએ દાવો કર્યો હતો કે, "આઠ વર્ષ પહેલા મને જે અવસ્થામાં દેશ મળ્યો, તેના કરતા આજે વધુ મજબૂત અને સારો છે."
 
ફોર મોર યરના નારા લાગ્યા
 
- ઓબામાના ભાષણ દરમિયાન ‘ફોર મોર યર્સ’ના નારા લાગ્યા હતા. પરંતુ ઓબામાએ કહ્યું હતું, 'શક્ય નથી.'
- હું શીખ્યો છું કે જ્યારે સામાન્ય માણસ સંઠિત થાય અને પરિવર્તનની માંગ કરે છે ત્યારે જ પરિવર્તન આવે છે.
- હું દરરોજ તમારા પાસેથી કશું શીખ્યો છું. તમે મને સારો રાષ્ટ્રપતિ અને સારો માણસ બનાવ્યો છે.  
- છેલ્લા અમુક અઠવાડિયા દરમિયાન મને અને મિશેલને શુભકામનાઓના જે સંદેશ મળ્યા છે, તેના માટે તમામનો આભાર માનું છું.
 
આગળની સ્લાઈડ પર જુઓ સ્પીચ દરમિયાનના કેટલાક ફોટોઝ...
 
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Obama farewell speech live update
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended