Home »International News »America» Zaqistan Now Has Its Own Flag Border Patrol Gate Supply Bunker And Even Official Passports Citizens Can Get These Stamped Every Time They Enter And Leave

વેલકમ ટુ ઝકિસ્તાન ! 4 એકર પ્લોટમાંથી બનાવ્યો અનોખો દેશ

divyabhaskar.com | Oct 21, 2015, 20:03 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક: વેલકમ ટુ ઝકિસ્તાન, ઝકિસ્તાન કોઈ દેશનું નામ નથી ન્યૂયોર્કના એક શખ્સે જાતે બનાવેલાં એક દેશનું નામ તેણે ઝકિસ્તાન રાખ્યુ છે. જાણીને નવાઈ લાગશે કે આ શખ્સે 10 વર્ષ પહેલા eBay પરથી 60 ડોલરમાં ચાર એકર જમીન ખરીદી હતી. આજે આ જમીનને તેણે જાતે જ એક દેશ જાહેર કર્યો છે અને આ દેશની સુરક્ષા રોબર્ટ કરે છે. 
 
ઝકિસ્તાનની ખાસીયત 
 
30 વર્ષીય ઝેકે 2005માં ચાર એકરની જમીન ખરીદિ હતી આજે તેઓ આ જમીનને 10 વર્ષ થયાની ઉજવણી કરી રહ્યાં છે. આ ઉજવણીના ભાગરૂપે તેણે આ જમીનને એક દેશ જાહેર કર્યો અને અને આ દેશનું નામ ઝકિસ્તાન રાખ્યું છે. એટલું જ નહીં ઝેકે ઝકિસ્તાનનો પાસપોર્ટ પણ બનાવ્યો છે. અને જો તમે ઝકિસ્તાનનો પાસપોર્ટ મેળવવા ઈચ્છતા હોય તો તમારે એક એપ્લિકેશન કરવાની રહેશે અને આ માટે 40 ડોલરની ફી ચૂકવવાની રહેશે. 
 
શું શું છે ઝકિસ્તાનમાં ?
 
ઝેકે ઝકિસ્તાનના પાસપોર્ટ સાથે તેનો એક ફ્લેગ પણ બનાવ્યો છે. આ ફ્લેગમાં પાસપોર્ટ જેવો જ સિમ્બોલ રાખવામાં આવ્યો છે. સાથે ઝકિસ્તાનની બોર્ડર પણ બનાવવામાં આવી છે. તથા અહીં સુરક્ષા માટે રોબર્ટ મુકવામાં આવ્યા છે. એટલું જ નહી ઝકિસ્તાનનો સ્વતંત્ર દિવસ 19 નવેમ્બરે રાખ્યો છે. જે લોકો પાસે ઝકિસ્તાનનો પાસપોર્ટ હશે તે જ અહીં પ્રવેશ કરી શકશે.
 
આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો ક્યાં આવેલી છે આ જગ્યા....
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Zaqistan now has its own flag border patrol gate supply bunker and even official passports Citizens can get these stamped every time they enter and leave
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended