Home »International News »America» New Biography Book On US Former President Barak Obama

ઓબામાની 'હાફ ગર્લફ્રેન્ડ', મિશેલ પહેલા એક યુવતીને કરતાં LOVE

divyabhaskar.com | May 04, 2017, 14:46 PM IST

વોશિંગ્ટનઃઅમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની પર્સનલ લાઈફને લઈને નવા ખુલાસાઓ થયા છે. પુલિત્ઝર એવોર્ડ વિનર લેખક ડેવિડ જે ગેરોની બૂક રાઈઝિંગ સ્ટારમાં કેટલાક રોચક દાવા કરવામાં આવ્યા છે. બૂકમાં કહેવામાં આવ્યું છે કે મિશેલ પહેલા ઓબામાના જીવનમાં શીલા મિયોશી યેગર નામની એક યુવતી આવી હતી. ઓબામાએ શીલાને લગ્ન માટે બે વખત પ્રપોઝ પણ કર્યું હતું પરંતુ કોઈ કારણોસર બંને સાથે રહી શક્યા ન હતા.

પુલિત્ઝર એવોર્ડ વિનર ડેવિડ જે ગેરો દ્વારા લખવામાં આવેલી બાયોગ્રાફીમાં કેટલાક સનસનીખેજ ખુલાસા કરવામાં આવ્યા છે, 1078 પાનાની બૂક 'રાઈઝિંગ સ્ટારઃ ધ મેકિંગ ઓફ બરાક ઓબામા' બાયોગ્રાફીને 9 મેના રોજ પ્રકાશિત કરવામાં આવશે. બાયોગ્રાફીમાં બરાક ઓબામાના જન્મથી લઈને લગ્ન પહેલા સુધીની જાણકારી આપવામાં આવી છે. બૂકમાં ઓબામાના રિલેશન બે યૂવતી જેનેવિવ કુક અને શીલા મિયોશી યેગર સાથે હોવાનું કહેવામાં આવ્યું છે.
 
બૂકમાં દાવો કરાયો કે લગ્ન પહેલા ઓબાના સંબંધ એક ઓસ્ટ્રેલિયન યુવતી જેનેવિવ કુક સાથે હતા જે ઓબામાથી ત્રણ વર્ષ સીનિયર હતી. બાયોગ્રાફીમાં જેનેવિવ કુક દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઓબામા સાથે પ્રથમ ડેટમાં જ બંને વચ્ચે શારીરીક સંબંધ બંધાયો હતો, આ વાતનો ઉલ્લેખ જેનેવિવે પોતાની ડાયરીમાં પણ કર્યો હતો, જેનેવિવે એમ પણ જણાવ્યું કે 22-23 વર્ષની ઉંમરમાં ઓબામા કોકેન પણ લેતા હતા.
 
આગળ જાણો, ઓબામા અને યેગરની લવ સ્ટોરીના કેટલાક રોચર ઘટસ્ફોટ.....
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New biography book on US Former President Barak Obama
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended