Home »International News »America» Bone Cancer Survivor Model Natalia Harris

સુંદરતા પાછળ છુપાયેલું ભયાનક દર્દ, સાથળમાં છે 15 ઇંચ લાંબો ચીરો

divyabhaskar.com | May 09, 2017, 19:02 PM IST

  • મોડેલ બનવા માટે 21 વર્ષની નતાલિયાએ પગમાંથી ભયાનક કેન્સર દૂર કરાવવા ટ્રીટમેન્ટ લેવી પડી હતી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પગમાં ભયાનક હાડકાંનું કેન્સર હોય અને ચાલવાની આશા પણ માંડ બચી હોય તેવી કંઇક સ્થિતિ હતી 12 વર્ષની નતાલિયા હેરિસની. પગમાં હાડકાંનું કેન્સર એટલું વકરી ગયું હતું કે કદાચ તે ભવિષ્યમાં ક્યારેય ફરીથી ચાલી નહીં શકે, પરંતુ નતાલિયાને તો કેટવૉક મોડેલ બનવું હતું. 
 
હાંડકું કાઢીને ટાઇટેનિયમ લગાવ્યું

- જ્યારે નતાલિયા 12 વર્ષની હતી ત્યારે તેનું કેન્સરથી સડેલું હાડકું કાઢીને ડોક્ટરે તેની જગ્યાએ ટાઇટેનિયમ ધાતુનો સળીયો લગાવ્યો. 
- વર્ષ 2016માં જ્યારે નતાલિયાની ઉંમર 21 વર્ષ થઇ ત્યારે ફરીથી તેને ચેન્જ કરવાની જરૂર સર્જાઇ. 
- ડોક્ટર્સે તેની સાથળમાં 15 ઇંચ લાંબો ચીરો મૂકીને ઓપરેશ કરીને ફરીથી જરૂરી સળીયો બદલ્યો. 
- આ ઓપરેશને નતાલિયાના સાથળ પર 15 ઇંચ લાંબો ચીરાનું નિશાન કાયમી બનાવી દીધું. 
- હાડકાં બદલાવવાના બંને ઓપરેશન પછી નતાલિયા એ ફરીથી ચાલવાનું શીખવું પડ્યું, પરંતુ તે હાર ન માની. 
- હાલમાં જ અમેરિકાના મેનહટ્ટનમાં આયોજિત એક ફેશન શોમાં નતાલિયાએ રેમ્પ વોક કરીને પોતાનું સપનું સાકાર કર્યું હતું. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ કેન્સરને હરાવનારી નતાલિયાના અન્ય ફોટોગ્રાફ્સ
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bone cancer survivor Model Natalia Harris
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended