Home »International News »America» Music Company Offered Barak Obama A Job As President Of Playlists

57 હજાર કરોડની કંપનીએ ઉડાવી ઓબામાની મજાક, જોબની આપી ઓફર

divyabhaskar.com | Jan 11, 2017, 10:51 AM IST

  • (ફાઈલ) અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા
વોશિંગ્ટનઃઅમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસ છોડવાના છે. પણ તેમને અત્યારથી જૉબ ઑફર મળવા લાગી છે. ઓબામાને પહેલી ઑફર સ્વિડનની મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની ‘સ્પૉટિફાઈ’એ આપી છે. કંપનીએ પોતાની વેબસાઇટના કેરિયર પેજ પર ‘પ્રેસિડેન્ટ ઑફ પ્લેલિસ્ટ્સ’ ના હોદ્દા માટે વેકેન્સીની જાણકારી પોસ્ટ કરી છે. જોકે તેમાં ઓબામાના નામનો ઉલ્લેખ નથી તો સેલરીનો ઉલ્લેખ છે પણ તમામ લાયકાત ઓબામા સાથે મેળ ખાય છે.
 
- કંપનીના સીઈઓ ડેનિયર ઈર્કે ટિ્વટર પર ઓબામાને જૉબ વેકેન્સી વિશે સૂચના આપી હતી.
- ઓબામાએ અગાઉ કહ્યું હતું કે હું હજુ પણ સ્પૉટિફાઈમાં નોકરીની રાહ જોઇ રહ્યો છું કારણ કે મને ખબર છે કે તમે સૌ મારું પ્લેલિસ્ટ પસંદ કરો છો.
- આ અંગે સ્વિડનમાં અમેરિકાના પૂર્વ રાજદૂતનાં પત્ની નતાલિયા બ્રેઝિન્સ્કીએ ટિ્વટ કરીને જણાવ્યું હતું. તે બાદ કંપનીએ તેમને જૉબ ઑફર કરી હતી.
 
અમેરિકાની રેકોર્ડેડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી મોટી છે સ્પૉટિફાઈ
 
સ્પૉટિફાઈ આંતરરાષ્ટ્રીય સ્વિડિશ કંપની છે. તે દુનિયાભરમાં પોતાની વેબ સિરીઝ મારફત મ્યુઝિક સ્ટ્રીમિંગનું કામ કરે છે. 2006માં શરૂ થયેલી કંપની 20 દેશમાં 50 કરતા વધુ ભાષામાં કામ કરે છે. દર મહિને તેના 10 કરોડથી વધારે એક્ટિવ યુઝર છે. સ્પૉટિફાઈની નેટ વેલ્યુ લગભગ 57 હજાર કરોડ રૂપિયા છે. એટલે કે અમેરિકાની સમગ્ર રેકોર્ડેડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કરતાં પણ ‌વધારે. 2014માં અમેરિકાની સમગ્ર રેકોર્ડેડ ઇન્ડસ્ટ્રીની રેવન્યુ લગભગ 47 હજાર કરોડ રૂપિયા હતી. ઓબામા 2015થી પોતાના પસંદગીનાં ગીતો સ્પૉટિફાઈ મારફત શેર કરતા આવ્યા છે.
 
આગળની સ્લાઈડ પર વાંચો કંપનીએ લાયકાત માટે ઓબામાની કેવી રીતે મજાક ઉડાવી.....
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Music Company offered Barak Obama a job as President of Playlists
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended