Home »International News »America» H-1B Visa Applications To Be Accepted From April 3 For 2018

H-1B વિઝા માટે એપ્રિલ-3થી સ્વીકારાશે એપ્લિકેશન, કદાચ નિયમ નહીં બદલાય

divyabhaskar.com | Mar 17, 2017, 11:51 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકા 2018 માટે H-1B વિઝાની એપ્લિકેશન સ્વીકારવાનું 3 એપ્રિલથી શરૂ કરશે. આ જાહેરાત પછી એવું માનવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કદાચ આ વર્ષે વિઝાના નિયમોના બદલાવ નહીં કરે. જો કે, હાલમાં આ વિઝા પ્રોગ્રામ અંગે ચોક્કસ કંઇ કહી શકાય તેમ નથી. ભારતીય આઇટી ફર્મ્સ અને પ્રોફેશનલ્સ વચ્ચે આ વિઝાની સૌથી વધુ ડિમાન્ડ છે. 
 
હજી એ નથી કહ્યું, ક્યાં સુધી સ્વીકારશે એપ્લિકેશન

- ગત વર્ષો કરતાં ઉલ્ટું, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ના ઓફિસર્સે એ નથી જણાવ્યું કે, H-1B વિઝાની એપ્લિકેશન્સ ક્યાં સુધી સ્વીકારવામાં આવશે.
- દર વર્ષે 1 એપ્રિલથી H-1B વિઝા માટે એપ્લિકેશન મગાવવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ડિપાર્ટમેન્ટ પહેલા પાંચ વર્કિંગ દિવસોમાં એપ્લિકેશન્સ સ્વીકારે છે. 
- ગત કેટલાંક વર્ષોમાં ડિપાર્ટમેન્ટને મોટી સંખ્યામાં એપ્લિકેશન્સ મળી, જે અમેરિકન સંસદે નક્કી કરેલી 85000 H-1B વિઝાની લિમિટ કરતાં ઘણી વધુ હોય છે. 
- 85000માંથી 65000 વિઝા અન્ય દેશના પ્રોફેશનલ્સ માટે તથા 20000 વિઝા અમેરિકન યુનિવર્સિટીઝમાં માસ્ટર્સ ડિગ્રી કરનારા અન્ય દેશોના સ્ટુડન્ટ્સ માટે જાહેર કરવામાં આવે છે. 
- આ વખતે વિઝાની શરૂઆતની પ્રોસેસ આગળ વધી શકી ન હતી, કારણ કે USCIS એ તેના પર છ મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. 
 
કદાચ નહીં બદલાય H-1B વિઝાના નિયમો

- USCIS એ એપ્લિકેશન્સ સ્વીકારવાની જાહેરાત કર્યા પછી માનવામાં આવી રહ્યું છે કે, H-1B વિઝાના નિયમોને ઓછામાં ઓછા એક વર્ષ માટે તો કડક નહીં બનાવે. કેટલાંક મીડિયા રિપોર્ટ્સ પણ આ પ્રકારની આશા વ્યક્ત કરી રહ્યા છે. 
- ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસ કહી ચૂક્યું છે કે, તેઓ ઇમિગ્રેશનના નિયમોમાં મોટા પાયે ફેરફાર માટે કામ કરી રહ્યા છે. 
- USCIS એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 3 એપ્રિલથી પહેલા જમા કરાવવામાં આવેલા H-1B વિઝાના તમામ ડોક્યુમેન્ટ્સને રદ્દ કરવામાં આવશે. 
 
શું છે H-1B વિઝા
 
- H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે.
- જે અંતર્ગત અમેરિકન કંપનીઓ વિદેશી થિયોરિટિકલ અને ટેક્નિકલ એક્સપર્ટ્સને પોતાની કંપનીમાં રાખી શકે છે.
- H-1B વિઝા અંતર્ગત ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે હજારો એમ્પોઇઝની ભરતી કરે છે. 
 
સૌથી વધારે વિઝા ઇન્ફોસિસને
 
- 2016માં સૌથી વધુ વિઝા ઇન્ફોસિસ (33289)ને મળ્યા.
- ટીસીએસને 16553, આઇબીએમને 13600, વિપ્રોને 12201, એસેંચરને 9605 અને ડેલોઇટ કન્સલ્ટિંગને 7607 વિઝા મળ્યા હતા.
- અમેરિકન હોમ મિનિસ્ટ્રી અનુસાર, 2014માં 70 ટકા વિઝા ભારતીયોને મળ્યા. 2016માં આ આંકડો 72 ટકા થયો હતો.
 
આ બે વાતો પણ જાણો

- અમેરિકામાં નોકરી કરવા માટે આ વિઝાનો પીરિયડ ત્રણ વર્ષ છે, જો કે તેને વધારીને 6 વર્ષ કરી શકાય છે. 
- આ વિઝા માટે વ્યક્તિ જાતે એપ્લાય નથી કરી શકતો, કંપનીએ જાતે એપ્લાય કરવાનું છે. 
દર વર્ષે ક્રોસ થઇ રહી છે લિમિટ
- આ અંતર્ગત સપ્તાહ દરમિયાન ત્રણ લાખ એપ્લિકેશન આવે છે. 
- બાદમાં કમ્પ્યૂટરથી રેન્ડમ સિલેક્શન કરવામાં આવે છે. જેને લોટરી સિસ્ટમ કહે છે. જેનાથી કેન્ડિડેટની પસંદગી કરવામાં આવે છે.  
 
સ્લાઇડ્સ બદલોને જાણો H-1B વિઝા અંગેની વધુ માહિતી
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: H-1B Visa Applications to be accepted from April 3 for 2018
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended