Home »International News »America» White Burn Bus Full Of Black Freedom Riders In 1961

USનો 'ગોધરાકાંડ' : વ્હાઇટ લોકોએ સળગાવી દીધી હતી અશ્વેતો ભરેલી બસ

divyabhaskar.com | May 07, 2017, 00:06 AM IST

  • અલાબામામાં 1961માં અશ્વેતો ભરેલી બસ સળગાવવામાં આવી હતી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્ષ 1961 અમેરિકન રાજ્ય અલાબામા માટે ઐતિહાસિક હતું, અશ્વેત લોકોને ભારે સંઘર્ષ પછી જાહેરજીવનમાં રંગભેદ ખત્મ કરવામાં સફળતા મળી હતી. સંઘર્ષની શરૂઆત 1955ના ડિસેમ્બરમાં થઇ હતી. જ્યારે એક આફ્રિકન-અમેરિકન મહિલા રોસા પાર્કે ધોળીયા લોકો માટેની ખાસ અનામત રાખવામાં આવેલ સીટ પરથી ઊભા થવાની ના પાડી દીધી હતી. રોસાની ધરપકડ કરવામાં આવી. બસનો બહિષ્કાર કરવાના પ્રસંગે ઉગ્ર આંદોલન રૂપ ધારણ કર્યું. 
 
મોન્ટેગોમરીમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં રંગભેદ વિરુદ્ધ સાર્વજનિક અને રાજનૈતિક સ્તરે વિરોધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. માનવાધિકાર સંગઠનો અને વિદ્યાર્થીઓએ મળીને ફ્રીડમ અને ઇન્ટરસ્ટેટ બસોમાં ભેદભાવ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું જેને કારણે બસોમાં રંગભેદ ખત્મ થયો. તેને ફ્રીડમ રાઇડર્સ કહેવામાં આવ્યા. 
 
ઘટના શું હતીઃ

- પહેલી ફ્રીડમ રાઇડ 4 મે 1961માં નીકળી જેમાં 13 રાઇડર્સ હતા, જે રેલીના રૂપમાં વોશિંગ્ટનથી નીકળ્યા હતા. 
- ફ્રીડમ રાઇડ્સ દરમિયાન કાર્યકર્તાઓને સીટિંગ પેટર્ન અને અલગ બસ ટર્મિનલને એક કરવા માટે અવાજ ઊઠાવ્યો હતો.
- તેની સાથે હજારો અશ્વેત લોકોએ બસની મુસાફરી કરવાનો ઇન્કાર કર્યો હતો, જો કે તેમના પ્રદર્શનને દબાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી.
- અનિસ્ટનમાં તેમની બસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ને બસના બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા ને બસને આગ લગાવી દેવામાં આવી. બાદમાં જે રાઇડર્સ બચીને નીકળ્યા તો ભીડે તેમને પકડ્યા ને ગંભીર રીતે ફરીથી ફટકાર્યા.
- એક કાર્યકર્તા જેમ્પ પેકને એટલો ગંભીર રીતે પીટવામાં આવ્યો કે તેના માથે પચાસ ટાંકા લેવા પડ્યા હતા. 
- અનિસ્ટનની સ્થિતિ જોઇને રાષ્ટ્રપતિ કેનેડીએ ગવર્નરને મામલમાં હસ્તક્ષેપ કરવા કહ્યું.
- અલબામાના ગવર્નરે લોકોને રસ્તા પર ન આવવા અને હિંસા ન કરવા માટે અપીલ કરી. બાદમાં તેમણે 21 મે, 1961માં અલબામામાં માર્શલ લૉ લાગૂ કરી દીધો.  
 
અમેરિકાના 'ગોધરાકાંડ'ની ફ્રીડમ રાઇડ્સને લગતી વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો 
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: White burn bus full of black freedom riders in 1961
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended