Home »International News »America» Former FBI Director Is Going To Take The Russia Investigation

ટ્રમ્પની મુશ્કેલી વધી: હવે FBIના પૂર્વ ડિરેક્ટર રશિયા સાથે સંબંધોની તપાસ કરશે

divyabhaskar.com | May 19, 2017, 10:13 AM IST

  • ટ્રમ્પના રશિયા સાથે સંબંધોની ઉંડાણપૂર્વક તપાસ FBIના પૂર્વ ડિરેક્ટરને સોંપવામાં આવી
વોશિંગ્ટનઃ અમેરિકનરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે પોતાના સંબંધોની તપાસ કરી રહેલા એફબીઆઈના નિર્દેશક જેમ્સ કોમીને બરતરફ કરી દીધા છે પણ હવે મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે એફબીઆઈના પૂર્વ નિર્દેશક રોબર્ટ મ્યુલરની નિમણૂક કરવામાં આવી છે. તે નિમણૂક ડેપ્યુટી એટર્ની જનરલ રૉડ રોસેન્સ્ટીને કરી છે. મ્યુલક 72 વર્ષના છે અને જ્યોર્જ બુશ અને બરાક ઓબામાના કાર્યકાળમાં 2001થી 2013 સુધી તેઓ એફબીઆઈના નિર્દેશક રહ્યા હતા.
 
- રોસેન્સ્ટીને ગુરુવારે કહ્યું હતું કે તેમણે નિર્ણય 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રશિયન સરકારની દખલના પ્રયાસોની ઊંડી તપાસ માટે કરાયો છે.
- તપાસમાં રશિયન સરકાર અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેઈનમાં સામેલ કોઇ પણ વ્યક્તિના સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે.
- તેમણે કહ્યું હતું કે આ મામલે સ્પેશિયલ કાઉન્સિલ જરૂરી છે. જેથી અમેરિકન જનતાનો ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ ટકે.
 
કોણ છએ મ્યુલર ?
 
મ્યુલર એફબીઆઈના નિર્દેશક હતા અને કોમી ડેપ્યુટી એટર્ની જનરલ હતા. રાષ્ટ્રપતિ બુશ ચાહતા હતા કે ગુપ્ત રૂપે સરકારી દેખરેખ કાર્યક્રમને ફરી લાગુ કરવામાં આવે. બંનેએ મળીને તે પ્રયાસને રોકી દીધો હતો. તેમના કામ અને રાજીનામાની ધમકીએ તે સમયે એફબીઆઈ અને ન્યાય વિભાગની છબિ મજબૂત કરી હતી.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: former FBI director is going to take the Russia investigation
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended