Home »International News »America» Comey Was Investigating Russia Involvement In US Presidential Election

ટ્રમ્પે US ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ કરતા FBI ડિરેક્ટરને હટાવ્યા

divyabhaskar.com | May 11, 2017, 05:40 AM IST

  • વિશ્વસનીયતા અને ગોપનીયતા જાળવવા ડ્રમ્પે આ પગલું જરૂરી ગણાવ્યું
વોશિંગ્ટન:ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (FBI) ડિરેક્ટર જેમ્સ કોમીને તેમના પદ પરથી હટાવી દીધા છે. કોમી અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં રશિયાની દખલગીરીની તપાસ કરી રહ્યા હતા. ટ્રમ્પે કોમીને લખેલા લેટરમાં લખ્યું હતું કે, લોકોનો વિશ્વાસ અને ગોપનીયતા જાળવી રાખવા માટે આ કરવુ જરૂરી હતું.
 
તમને તુરંત હટાવવામાં આવે છે

- કોમીને લખેલ લેટરમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તમને તુરંત તમારા પદ પરથી હટાવવામાં આવે છે.
- કોમીને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એફબીઆઈ, અમેરિકાની ચૂટંણીમાં રશિયા દ્વારા કરવામા આવેલી દખલગીરીની તપાસ કરી રહ્યા હતા. તેમાં વ્લાદિમીર પુતિન ટ્રમ્પને મદદ કરે તેની શક્યતા છે. 
- લેટરમાં એવુ પણ લખવામાં આવ્યું છે કે, કોમીએ ત્રણ વખત જણાવ્યું હતું કે, તેઓ તપાસના કેન્દ્ર બિંદુમાં નથી.
- કોમી ને હટાવ્યા પછી તુરંત જ વ્હાઈટ હાઉસમાં નવા એફબીઆઈ ચીફની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
 
શું કહ્યું વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ?
- શોન સ્પાઈસરે જણાવ્યું કે, કોમીને પદથી હટાવવા માટેટ્રમ્પે અર્ની જનરલ જેફ સેશંસ અને ડેપ્યૂટી અટૉર્ની જનરલ રોડ રોંજેસ્ટીનની ભલામણ માની લીઘી છે.
- વ્હાઈટ હાઉસથી રજૂ કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે ટ્રમ્પે કહ્યું હતું કે, એફબીઆઈ દેશની સૌથી મોટી અને સન્માનિત સંસ્થા છે. આ નિર્ણય લઈને અમે એક નવા લૉ- એન્ફોર્સમેન્ટની શરૂઆત કરી રહ્યા છીએ.
 
કેમ ચર્ચામાં રહ્યા કોમી?

- 2016માં પ્રેસિડેન્શિયલ પોલ દરમિયાન કોમીએ હિલેરી ક્લિંટનના ઓફિશિયલ મેઈલનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. તે વિશે ડેમોક્રેટ્સમાં કહેવામાં આવતુ હતું કે, આ ખુલાસાના કારણે હિલેરીની પ્રેસિડન્ટ બનવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ હતી. 
- ડેપ્યૂટી અટૉર્ની જનરલ રોજેંસ્ટીનને કોમીના ક્લિંટન મામલે કરવામાં આવેલી તપાસને પણ ક્રિટિસાઈઝ કર્યું હતું.
 
આ લોકોને પણ હટાવવામાં આવ્યા હતા

- ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરનો વિરોધ કરનાર અટૉર્ની જનરલ સૈલી યેટ્સને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
- ડેનિયલ રેગ્ડેલની જગ્યાએ થોમસ હોમાનને ઈમિગ્રેશન ચીફ બનાવવામાં આવ્યા હતા. 
 
 
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: comey was investigating Russia involvement in US presidential election
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended