Home »International News »America» Couple, 5 Kids, Family Dog Die In House Fire In America

અમેરિકામાં લાકડાંના ઘરમાં લાગી આગ, પતિ-પત્ની અને 5 બાળકો ભડથું

divyabhaskar.com | May 16, 2017, 10:21 AM IST

  • અમેરિકામાં આહિયો પ્રાંતમાં આવેલા એક્રોનમાં સ્થિત એક ઘરમાં સોમવારે આગ લાગી હતી
એક્રોનઃઅમેરિકામાં આહિયો પ્રાંતમાં આવેલા એક્રોનમાં સ્થિત એક ઘરમાં સોમવારે આગ લાગી હતી જેમાં પતિ-પત્ની અને તેના પાંચ બાળકોનાં મોત થયા હતા. આ ઘર ક્લેપબોર્ડ (લાકડા)થી બનેલું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનામાં મૃતક બાળકોની ઉંમર 11 મહિનાથી લઈને 14 વર્ષ સુધીની હોવાનું કહેવામાં આવે છે.
 
- ફેમિલીમાં મૃતક લોકોની ઓળખ ડેનિસ હગિંસ, એંગેલા બોગ્સ, જેરેડ બોગ્સ, ડાયસિસયા હગિંસ, કાયલી હગિંસ, એલિવિયા હગિંસ અને કેમરોન હગિંસ હોવાનું કહેવામાં આવે છે. ઘરમાં એક ડોગીનો મૃતદેહ મળી આવ્યો હતો.
- ટેનિસના 20 વર્ષના પુત્ર ટેનિસ હગિંસે જણાવ્યું કે તેણે પિતાને એમ કહેવા એક દિવસ પહેલા ફોન કર્યો હતો કે તે આગલા દિવસે ઘરે આવી રહ્યો છે પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહતો.
- ટેનિસે જણાવ્યું કે બાદમાં તેણે આસપાસના સંબંધીઓને ફોન કર્યો જેણે ઘરમાં આગ લાગવા અને તમામ સભ્યોનાં મોતની જાણકારી આપી.
 
ફેમિલી ખુબ જ ખુશ હતી
 
- ટેનિસ હગિંસે જણાવ્યું કે તેના પિતા ઈલેક્ટ્રિશિયન હતા, તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેતા હતા.
- ટેનિસે કહ્યું કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા અને તેઓએ ઘર પર પોતાનું નામ લખાવ્યું હતું.
- ઘટનામાં માર્યા ગયેલા ડેનિસના ભાઈ ટોનીએ જણાવ્યું કે તેનો ભાઈ અને એંગેલા બોગ્સ બાળકોને ખૂબ જ પ્રેમ કરતાં હતા.
 
ફાયર ફાઈટર્સે જણાવ્યું કે તેઓ ક્લીવલેન્ડથી 48 કિમી દૂર દુર્ઘટનાસ્થળે અંદાજે 3 વાગ્યે પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં આગ ફેલાઈ ચૂકી હતી. આ ડબલ સ્ટોરી ક્લેપબોર્ડ હાઉસ હતું, આ વિસ્તારમાં મોટાભાગે ક્લેપબોર્ડ હાઉસ જ છે.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Couple, 5 Kids, Family Dog Die In House Fire in america
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended