Home »International News »America» 1985 Air India-Kanishka Bomber Inderjit Singh Reyat Freed By Canada

કેનેડાઃ એર ઇન્ડિયાના કનિષ્ક વિમાનને 1985માં ફૂંકી મારનારો છૂટ્યો, મર્યા હતા 331 લોકો

divyabhaskar.com | Feb 16, 2017, 13:17 PM IST

  • કનિષ્ક વિમાનને ફૂંકી નાંખવા બદલ દોષિત ઇન્દ્રજીત સિંઘ રેહત
 
 

ઓટાવાઃ વર્ષ 1985માં એર ઇન્ડિયાના વિમાન કનિષ્કમાં થયેલા બ્લાસ્ટ માટે દોષિત ઠેરવાયેલા ઇન્દ્રજીત સિંઘ રેયતને છોડવામાં આવ્યો છે. કેનેડાના પેરોલ બોર્ડે આ માહિતી આપી હતી. તે પ્લેન બ્લાસ્ટમાં 331 લોકો મૃત્યુ પામ્યા હતા. 
 
ઇન્દ્રજીત સિંઘ રેયતને જેલમાંથી છોડ્યા પછી જેલ સુધાર ગૃહમાં રાખવામાં આવ્યો હતો. લગભગ 20 વર્ષ સુધી જેલમાં રહ્યા પછી એક વર્ષ પહેલા રેયતને સુધાર ગૃહ મોકલવામાં આવ્યો હતો. 
 
પેરોલ બોર્ડના પ્રવક્તા પેટ્રિક સ્ટોરે જણાવ્યું કે, રેયત પરથી તમામ બંધનો હટાવી લેવામાં આવ્યા છે. તે હવે સામાન્ય જીવન જીવી શકે છે. પોતાના ઘરે પણ તે રહી શકે છે. 
 
 
ઇન્દ્રજીત સિંઘેને વાનકુંવરથી ઉડનારા બે વિમાનોમાં રાખેલા બોમ્બ બનાવવાના અને અદાલતમાં સહ આરોપીને બચાવવા માટે જૂઠ્ઠું બોલવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 કનિષ્કમાં રાખવામાં આવેલો પહેલો બોમ્બ આયર્લેન્ડમાં કિનારા પાસે ફાટ્યો જેથી વિમાનમાં સવાર 329 લોકો મૃત્યુ પામ્યા હતા. 
 
બીજો બોમ્બ જાપાનના નારિતા એરપોર્ટ એ સમયે ફાટ્યો, જ્યારે બે કાર્ગો કર્મચારી સામાનને એર ઇન્ડિયાના જ અન્ય વિમાનમાં ગોઠવી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં બંને કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 1985 Air India-Kanishka Bomber Inderjit Singh Reyat freed by Canada
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext