Home »International News »America» America Based Deligetion Meet Dalai Lama In India

US ડેલિગેશનની દલાઈ લામા સાથે મિટિંગથી ચીન અકળાયું, કર્યો વિરોધ

divyabhaskar.com | May 10, 2017, 14:51 PM IST

  • US ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલી નેંસી પેલોસીનું ધર્મશાળામાં દલાઈ લામાએ આવી રીતે સ્વાગત કર્યું હતું
બેજિંગઃબુધવારે અમેરિકાના ડેલિગેશને ભારતમાં દલાઈ લામા સાથે કરેલી મુલાકાતનો ચીને ડિપ્લોમેટિક રીતે વિરોધ કર્યો છે. ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે અમેરિકન કોંગ્રેસના ડેલિગેશનની દલાઈ લામા સાથે મુલાકાત દુનિયા માટે તિબેટિયન ઈન્ડિપેન્ડેન્શના સપોર્ટને સ્ટ્રોંગ સિગ્નલ છે. અમેરિકન કોંગ્રેસની આઠ સભ્યોની એક ટીમ દલાઈ લામાને મળવા ભારતના બે દિવસના પ્રવાસે છે અહીં તેઓએ ધર્મશાળામાં દલાઈ લામા સાથે મિટિંગ કરી હતી.

શું કહેવું છે ચીનનું ?
 
ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે અમેરિકન કોંગ્રેસમેને દલાઈ લામા સાથે કોઈપણ જાતનો કોન્ટેક્ટ રાખવો જોઈએ નહીં. અમેરિકન કોંગ્રેસની ટીમની દલાઈ લામા સાથે મિટિંગ દર્શાવે છે કે અમેરિકા તિબેટની સ્વતંત્રતાના સપોર્ટમાં નથી.
 
આઠ મેમ્બર્સના એક એમેરિકન ડેલિગેશને દલાઈ લામા સાથે ધર્મશાળામાં મુલાકાત કરી હતી. ડેલિગેશન મંગળવારે અહીં પહોંચ્યું હતું. આ મિટિંગ દરમિયાન ડેલિગેશને તિબ્બત પ્રત્યે અમેરિકાના કમિટમેન્ટ અંગે ચર્ચા કરી તથા ડેલિગેશનમાં સામેલ જિમ મેકગવર્નએ કહ્યું કે ચીની ઓફિશિયલ્સના વિઝા પર એવી રીતે રોક લગાવવી જોઈએ જેવી તિબ્બત-અમેરિકન્સને તિબ્બત જવા માટે વિઝા આપવા ચીન મનાઈ કરે છે.
 
બે દિવસ માટે ભારત આવ્યું ડેલિગેશન
 
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ડેલિગેશનને લીડ હાઉસ ઓફ રિપ્રેસેન્ટેટિવના માઈનોરિટી લીડર નેંસી પેલોસીએ કર્યું હતું. ડેલિગેશન બે દિવસ ભારત પ્રવાસે આવ્યું છે. જેમાં પેલોસી સહિત જિમ સેંસનબ્રેનર, ઈલિયટ એંગલ, જિમ મેકગવર્ન, બેટ્ટી મેકકોલમ, જુડી ચૂ, જોયસી બેટ્ટી અને પ્રમિલા જયપાલ સામેલ છે. ભારતીય મૂળની પ્રમિલા જયપાલ પ્રથમવખત હાઉસ ઓફ રેપ્રેસેન્ટેટિવ તરીકે ચૂંટાઈ છે. આ ડેલિગેશને તિબ્બતના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 1959માં ચીનમાંથી ભાગ્યા બાદથી દલાઈ લામા ભારતમાં જ રહે છે.
 
આ નીતિ હવે સહન નહીં થાય
 
જિમ મેકગવર્ને કહ્યું ચીની શખ્સ અમેરિકા પોતાની મોટી પહોંચનો ફાયદો ઉઠાવે છે, જ્યારે યુએસ ડિપ્લોમેટ્સ, જર્નાલિસ્ટ્સ અને ટૂરિસ્ટ તિબ્બત જઈ શકતા નથી, તિબ્બત-અમેરિકન્સ પોતાના જન્મ સ્થાન પર જવા ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યાં છે, આ નીતિ અસહનીય છે.
 
નેંસી ઘણા સમયથી તિબ્બતના લોકોની સપોર્ટર છે
 
- નેંસી પેલોસ હાઉસ ઓફ રિપ્રેસેન્ટેટિવની પૂર્વ સ્પીકર છે, તે ઘણા સમયથી તિબ્બતના લોકોના સપોર્ટમાં લડી રહી છે, છેલ્લે તે 2008માં ધર્મશાળા આવી હતી અને બેજિંગ ઓલિમ્પિક બાદ તિબ્બતમાં ફેલાયેલી અશાંતિ વચ્ચે ત્યાંના લોકો સાથે વિરોધમાં પણ જોડાઈ હતી.
- દલાઈ લામા સાથે મુલાકાત બાદ એક ડેમોક્રેટ લીડરે ટ્વીટ કર્યું કે અમારું ડેલિગેશન આસ્થા અને શાંતિની ભાવના સાથે દલાઈ લામાને મળ્યું અને તિબ્બતના લોકો પ્રત્યે અમારા કમિટમેન્ટનું પ્રદર્શન કર્યું.
- અમેરિકન્સ ડેલિગેશને સેન્ટ્રલ તિબ્બતીયન એડમિનિસ્ટ્રેશન (CAT)ના પ્રેસિડન્ટ અને નિર્વાસિત પ્રધાનમંત્રી લોબસાન્ગ સંગાય સાથે પણ મુલાકાત કરી હતી.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: America based Deligetion meet Dalai Lama in India
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended